નવી દિલ્હી : મળતી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70,589 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 776 લોકોના મોત નીપજ્યા છે. અગાઉ, છેલ્લા 26 દિવસથી, દરરોજ એક હજારથી વધુ લોકો કોરોનાથી પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 70 હજાર કોરોનાના નવા કેસ - છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ
અમેરિકા પછી ભારતમાં સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે, પરંતુ દેશમાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર મંગળવારે કોરોના દર્દીઓની સંખ્યા 61 લાખને પાર ગઈ છે.
કોરોનાના કેસ
આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં કોરોના સંક્રમણની કુલ સંખ્યા વધીને 61,45,292 થઈ ગઈ છે. સક્રિય કેસ 9,47,576 છે. 51,01,398 દર્દીઓઓ સાજા થયા છે.કોવિડ -19 ને કારણે દેશમાં 96,318 લોકોના મોત નીપજ્યા છે.