ઈન્દોરઃ શહેરમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. લોકો હજુ પણ લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જેવી પોલીસ વિસ્તારમાંથી જાય લોકો તરત જ પોતાના ઘરની બહાર નીકળી પડે છે.
COVID-19: ઈન્દોર પોલીસની લોકોને ઘરમાં રાખવા નવી તરકીબ, 'ભૂત' બનાવી લોકોને ડરાવે છે - ઈન્દોર પોલીસની લોકોને ઘરમાં રાખવા નવી તરકીબ, 'ભૂત' બનાવી લોકોને ડરાવે છે
લોકડાઉનમાં લોકોને ઘરમાં રાખવા પોલીસ અનેક પ્રયાસો કરી રહી છે. ઈન્દોરના વિજયનગર પોલીસે એક નવો તુક્કો અજમાવ્યો છે. જેમાં પોલીસે ભૂતનો પોશાક પહેરી લોકોને ડરાવી ઘરમાં જ રહેવાની અપીલ કરે છે.
ઈન્દોર પોલીસની લોકોને ઘરમાં રાખવા નવી તરકીબ, 'ભૂત' બનાવી લોકોને ડરાવે છે
આ પરિસ્થિતિ વચ્ચે વિજયનગર પોલીસે લોકોને સમજાવવા ગજબની તરકીબ શોધી કાઢી છે. પોલીસે ભૂતનો પહેરવેશ પહેરીને ગલી-મહોલ્લામાં ફરે છે. બહાર ફરતા લોકોને ડરાવે છે. જેથી લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે.