નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, રવિવારે રેકોર્ડ તોડ 38,902 કેસ સામે આવ્યાં છે. મુંબઈ દેશનું પહેલું શહેર બની ગયું છે, જ્યાં સંક્રમિતોની સંખ્યા એક લાખથી વધુ થઈ ગઈ છે.
ભારતમાં કોરોનાઃ આજે રેકોર્ડ તોડ 38,902 નવા કેસ, 543ના મોત, જાણો રાજ્યવાર આકડાં - Ministry of Health and Family Welfare
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોવિડ-19 કેસની કુલ સંખ્યા 10,77,618 થઈ છે. જ્યારે રોગથી સાજા અને ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 6,77,422 થઈ છે અને મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 26,816 થઈ છે.
આજે રેકોર્ડ તોડ 38,902 નવા કેસ, 543ના મોત, જાણે રાજ્યવાર આકડાં
રવિવારે સવારે આઠ વાગ્યે અપડેટ કરાયેલા આંકડા દર્શાવે છે કે, દેશમાં કુલ કોરોના કેસનો આંક વધીને 10,77,618 થઈ ગયો છે, જ્યારે એક દિવસમાં 543 લોકોનાં મોત સાથે મૃત્યુઆંક 26,816 પર પહોંચી ગયો છે.
આ આંકડા covid19india.orgના જણાવ્યા પ્રમાણે છે. મહત્વનું છે કે, ગત શનિવારે રેકોર્ડ 37,407 દર્દી વધ્યા હતા. આ સાથે જ 23 હજાર 552 લોકો સાજા પણ થયા હતા. તો આ તરફ મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3 લાખને પાર થઈ ગઈ છે.
Last Updated : Jul 19, 2020, 1:03 PM IST