નવી દિલ્હીઃ દેશમાં કોરોના વારઇરસ સંક્રમણના કારણે મૃતકોની સંખ્યા 308 થઇ છે અને કોરોના દર્દીઓની સંખ્યા 9,152 પર પહોંચી છે. ગત 24 કલાકમાં અત્યાર સુધી 35 લોકોનાં મોત આ વાઇરસના કારણે થયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુજબ તાજેતરમાં દેશમાં કોરોનાના 7,987 એક્ટિવ કેસ નોંધાયા છે, જ્યારે 857 લોકો સ્વસ્થ થયા છે.
અત્યાર સુધી સૌથી વધુ 149 મોત મહારાષ્ટ્રમાં થયાં છે. ત્યારબાદ મધ્ય પ્રદેશમાં 36, ગુજરાતમાં 24 અને દિલ્હીમાં 24 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
પંજાબમાં 11 લોકોનાં મોત થયાં છે, જ્યારે તમિલનાડુમાં 10 અને તેલંગણામાં 9 મોત થયાં છે.
આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં આ બીમારીમા કારણે 5 લોકનાં મોત થયાં છે.
જમ્મુ-કાશ્મીરમાં 4 અને ઉત્તર પ્રદેશમાં 5 મોત થયાં છે. હરિયાણા અને રાજસ્થાનમાં 3-3 લોકોએ જીવ ગુમાવ્યો છે.
મંત્રાલયના આંકડા અનુસાર કેરલમાં 2 લોકોનાં મોત થયાં છે. બિહાર, હિમાચલ પ્રદેશ, ઓડિશા, ઝારખંડ અને આસામમાં એક-એક લોકોમાં મોત થયાં છે.
આગરામાં વધુ 30 સંક્રમિત
ઉત્તર પ્રદેશના આગરા જિલ્લામાં કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા 134 થઇ છે. જિલ્લામાં 30 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત કુલ સંક્રમિતોમાંથી 120ની સારવાર ચાલી રહી છે.
રાજસ્થાનમાં 815 પોઝિટિવ કેસ