નવી દિલ્હી : દેશમાં કોરોના વાઇરસના સૌથી વધુ પ્રભાવિત વિસ્તારમાં લોકોને માસ્ક પહેરવા ફરજિયાત કરી નાખ્યા છે. આ વચ્ચે દેશમાં વર્તમાનમાં સંક્રમિત લોકોની સંખ્યા 6412 પર પહોંચી છે અને 199 લોકોના મોત નિપજ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર અત્યાર સુધીમાં 503 લોકોના સ્વાસ્થ્યમાં સુધાર પણ આવ્યો છે.
ઓડિશા દેશનું પ્રથમ એવુ રાજ્ય છે કે જેમાં લોકડાઉનને 30 એપ્રિલ સુધી વધારવામાં આવ્યું છે અને 17 જૂન સુધી સ્કુલ બંધ કરવાની જાહેરાત કરી છે.
કર્ણાટક, તમિલનાડુ અને છતીસગઢ સહિત કેટલાક રાજ્યોએ કહ્યું કે આવનારા દિવસોમાં 21 દિવસના લોકડાઉનમાં વધારો કરવા પર નિર્ણય લેશુ.
ગુજરાત, બિહાર, ઓડિશા, કર્ણાટક, ઝારખંડ, છતીસગઢ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ સહિત અન્ય સ્થાનો પરથી સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે જ્યારે મહારાષ્ટ્રમાં 97 લોકોના મોત સાથે સંક્રમિતોની સંખ્યા 1300 પર પહોંચી છે.
પંજાબ સંક્રમિતમાં 100ને પાર
રાજ્યમાં ગઇકાલે નવા 8 કેસ નોંધાયા હતા. જેના પગલે રાજ્યમાં આ આંકડો 100ને પાર પહોંચ્યો છે અને 101 લોકો સંક્રમિત મળી આવ્યા છે.
ગુજરાત સંક્રમિતમાં 308 કેસ
રાજ્યમાં આજરોજ બેના મોત સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 308 પર પહોંચી છે જ્યારે 19 લોકોના મોત નિપજ્યા છે.