દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા 5734 પર પહોંચી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્નારા બહાર પાડેલા આંકડાઓ અનુસાર 5095 લોકોની સારવાર ચાલી રહી છે. આ વાઇરસથી અત્યાર સુધીમાં 166 લોકોના મોત પણ નિપજ્યા છે. 472 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
રાજધાનીની સ્થિતિ
દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાં અનુસાર, મંગળવારની સ્થિતિને ધ્યાને લેતા કોરોના વાઇરસના રાજધાનીમાં કુલ કેસ વધીને 576 પર પહોંચ્યા છે, જેમાં એક જ દિવસમાં 51 કેસ સામે આવ્યા છે. જ્યારે બે લોકોના મોત નિપજ્યા છે. ગંભીર સ્થિતિને ધ્યાને લેતા રાજધાની દિલ્હીમાં કોરોના વાઇરસના સંક્રમણને પગલે 20 વિસ્તારને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યામાં વધારો
લોકડાઉન વચ્ચે 15માં દિવસે મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના સંક્રમણના 117 કેસ સામે આવ્યા હતા. જેના પગલે અત્યાર સુધીમાં આ આંકડો 1135 પર પહોંચ્યો છે. જેમાંથી એક જ દિવસમાં મુંબઇમાં 72 કેસ સામે આવ્યા છે. ઉલ્લેખનિય છે કે મંગળવારના રોજ વધુ 150 લોકોને કોરોના વાઇરસનું સંક્રમણ થયાનું સામે આવ્યુ હતુ. દેશની આર્થિક રાજધાની મુંબઇમાં બુધવારે કોરોના વાઇરસના સંક્રમણથી 45 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે શહેરમાં સંક્રમિતોની સંખ્યા 714 પર પહોંચી છે.
મધ્ય પ્રદેશમાં સંક્રમિત 300ને પાર
રાજ્યમાં વધુ 22 કેસ પોઝિટિવ સામે આવ્યા હતા. જેના પગલે રાજ્યના કેપીટલ ઇન્દોરમાં આ સંખ્યા 173 પર પહોંચી છે. આ ઉપરાંત 15થી વધુ દર્દીઓના મોત પણ નિપજ્યા છે.