ન્યૂઝ ડેસ્ક: ભારત સરકારે કોવિડ-19 સામે લડવા રાષ્ટ્રવ્યાપી 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. ત્યારે ટેકનોલોજી ક્ષેત્રની મોટી કંપની એપલના મેન્યુફેક્ચરિંગ ભાગીદારોએ સરકાર તરફથી વધુ સૂચના ન મળે ત્યાં સુધી તેનું મેન્યુફેક્ચરિંગ બંધ કર્યું છે. એપલના મેન્યુફેક્ચરિંગ ભાગીદારો ફોક્સકોન્ન અને વિસ્ટ્રોને કામદારોની સલામતીને ધ્યાનમાં રાખીને અને તેમના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પર સરકારના નિર્ણયનું પાલન કરવા માટે હાલ પૂરતું તેમનાં ઉત્પાદન એકમો બંધ કર્યાં છે.
સ્થાનિક ઉદ્યોગનાં સૂત્રોએ આઈએએનએસને ગુરુવારે પુષ્ટિ કરી હતી કે ફોક્સકોન્ન અને વિસ્ટ્રોનમાં ઉત્પાદન સરકારની લોકડાઉનની સૂચના તેમજ સ્થાનિક અધિકારીઓ તરફથી મળેલી સૂચના મુજબ, અટકાવી દેવાયું છે. એપલના સપ્લાયર વિસ્ટ્રોન નીચી શ્રેણીના આઈફોન એસઈનું (જે હવે બંધ કરાયા છે) એસેમ્બલિંગ કરે છે અને હવે તે આઈફોન 6-એસ અને આઈફોન એસનું એસેમ્બલિંગ તેના બેંગ્લુરુ એકમમાં કરે છે. સૌથી વધુ વેચાતા આઈફોન એકએરનું મેન્યુફેક્ચરિંગ હવે એપલ સપ્લાયર ફોક્સકોન્નના ચેન્નાઈના શ્રીપેરુમ્બુદુર ખાતેના એકમમાં થાય છે. ફોક્સકોન્ન અને વિસ્ટ્રોન એપલ સિવાય શિયોમી સહિત અનેક અન્ય કંપનીઓના પણ મહત્ત્વના મેન્યુફેક્ચરિંગ ભાગીદારો છે. સેમસંગે તેની નોઇડા મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી અને ઓફિસો લોકડાઉનના કારણે પહેલાં જ બંધ કરી દીધી છે.
“સેમસંગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કર્મચારીઓનું આરોગ્ય અને સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમારા કર્મચારીઓ અને તેમના પરિવારોની કોવિડ-19 સામે રક્ષા કરવા અને સરકારના નિર્દેશોના અનુપાલન રૂપે, અમે અમારી મેન્યુફેક્ચરિંગ કામગીરી હાલમાં અટકાવવા નિર્ણય કર્યો છે અને ભારતભરના અમારા વેચાણ, માર્કેટિંગ અને આર એન્ડ ડી કાર્યાલયોના કર્મચારીઓને ઘરેથી કામ કરવા જણાવ્યું છે.