નવી દિલ્હીઃ દિન-પ્રતિદિન કોરનાના કેસ નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે. આજે કોરોનાનો આંકડો કુલ 9 લાખને પાર કર્યો છે. આઈએમએ કહ્યું કે, અત્યાર સુધીમાં કુલ 93 ડૉકટરનું કોરોનાના કારણે મૃત્યું થયું છે. વિશ્વ સ્વાસ્થય સંગઠનનું કહેવું છે કે, હજુ હાલત બગડી શકે છે.
કોરોના પર કાબૂ મેળવવા ગુજરાતના અમદાવાદ, વડોદરા, સૂરતમાં એસટી બસ સેવા ફરીથી બંધ કરવામાં આવી છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. આંક હવે દરરોજ 800ને વટાવી રહ્યો છે. આ સ્થિતિ રહી તો સરકારે ફરી લોકડાઉન લગાવવું પડે એવી સ્થિતિ આવી શકે છે. ગ્વાલિયરમાં એક દિવસ 191 કેસ સામે આવતા આજ રાત્રે 7 કલાકથી લૉકડાઉન લાગુ કર્યુ છે.
આજ રાત્રેથી બેંગ્લુરુ સહિત દક્ષિણ કર્ણાટકમાં એક અઠવાડિયા માટે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના પુણે અને પિંપરી ચિંચવાડામાં આજ રાતથી 10 દિવસ સુધી લૉકડાઉન લાગુ કરવામાં આવશે. પુણેમાં 14 જુલાઈથી 23 જુલાઈ સુધી લૉકડાઉન લાગુ રહેશે. જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં ફરીથી લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
ઉત્તરપ્રદેશમાં દર શનિવાર અને રવિવારે લૉકડાઉન લાગુ રહેશે. વારાણસીમાં 5 દિવસ સુધી અડધા દિવસનું લૉકડાઉન લાગુ કરાયું છે. જેમાં રાતે 4 કલાકથી લૉકડાઉન રહેશે. ફરીથી શહેરોમાં સન્નાટો જોવા મળશે. લૉકડાઉન ફરી આવી રહ્યું છે, પરંતુ સાચો રસ્તો એ છે કે, લોકો ખુદ પોતાની સંભાળ-સાવચેતી રાખી માસ્કનો ઉપયોગ કરી તેમજ સોશિયલ ડિસ્ટેસિંગ રાખે.