ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કર્ણાટકમાં કોરોનાના 36 નવા પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 789એ પહોંચ્યો - કોરોના પોઝિટિવ કેસ

કર્ણાટકમાં કોરોનાના 36 નવા પોઝિટિવ કેસની પુષ્ટિ થઈ છે. જેથી રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંક 789એ પહોંચ્યો છે.

COVID-19: 36 new cases in Karnataka, total infections at 789
કર્ણાટકમાં કોરોનાઃ આજે 36 નવા પોઝિટિવ કેસ, કુલ આંક 789એ પહોંચ્યો

By

Published : May 9, 2020, 5:10 PM IST

બેંગ્લુરું કર્ણાટકમાં કોરોનાના 36 નવા પોઝિટિવ કેસની પુષ્ટિ થઈ છે. જેથી રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંક 789એ પહોંચ્યો છે.

આ અંગે આરોગ્ય વિભાગે શનિવારે જણાવ્યું કે, ગત સાંજથી આજ બપોર સુધીમાં 36 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી કર્ણાટકમાં અત્યાર સુધી 789 કોરોના પોઝિટિવ કેસની પુષ્ટિ થઈ છે. જેમાં 30 લોકોના મોત થયાં છે, જ્યારે 379 કેસને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

મહત્વનું છે કે, નવા 36 કેસોમાં બેંગ્લુરુ શહેરના 12, ઉત્તર કન્નડના ભટકલમાં 7, દવાંગેરેમાં 5, દક્ષિણ કન્નડ, ચિત્રદુર્ગ અને બિદરમાંથી 3-3 અને તુમાકુરૂ, દાવનગેરે અને વિજયપુરામાં એક-એક કેસ સામે આવ્યાં છે.

મોટાભાગના કેસો પહેલાથી જ પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા છે. જોકે, ત્રણની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદ સાથે જોડાયેલી છે, બે બેંગ્લુરુમાં કન્ટેન્ટ ઝોનમાં છે અને એક વ્યક્તિનો સંપર્ક ચાલુ છે.

ABOUT THE AUTHOR

...view details