સિવિલ માનહાનિ કેસમાં રાહુલ ગાંધી અને યેચુરી પાસેથી વળતર તરીકે રૂપયાની માગ કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિવેક ચંપાનેકરે દાવો કર્યો છે કે બંને નેતાઓએ લંકેશની હત્યાને લઇને RSSને બદનામ કર્યુ છે.
કેસની સુનાવણી કરી રહેલા સિવિલ જજ એસ ભાટિયાએ રાહુલ અને યેચુરીને સમન્સ ઇશ્યૂ કરી આદેશ આપતા કોર્ટમાં રજુ થવા કહ્યું છે. કોર્ટમાં દાખલ અરજીમાં ચંપાનેકરે કહ્યું કે હિંસાની કોઇ પણ ઘટનાને લઇને RSSને દોષિત કહેંવુ રાહુલ અને યેચુરીની આદત છે અને તેને રોકવા જરૂરી છે.