નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસથી સંક્રમણના 81 કેસની ખરાઈ કરવામાં આવી છે. જેમાંથી ભારતના 64 , ઈટલીના 16 અને કેનેડાના 1 નાગરિકનો સમાવેશ થાય છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે જણાવ્યું કે, અમે રાજ્યોની પરિસ્થિતિ જોઇ તેના પર કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, માસ્ક વધુ કિંમતો પર વહેચવામાં આવી રહ્યા છે. તેમના પર કડક પગલા ભરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે સરકારે 42,296 યાત્રિકો પર નજર રાખી છે. જેમાંથી 2,559 સંદિગ્ધ છે, તેમાંથી 522 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 17 વિદેશ નાગરિક છે.કોરોનાને મહામારી જાહેર કરવામાં આવ્યું છે. 116 દેશોમાં 1 લાખ 31 હજાર અને 500 લોકો સંક્રમિત છે, અને 4900થી વધુ લોકોના મોત થયા છે.
તેમણે જણાવ્યું કે, જાપાનથા આવેલા 124 અને ચીનથી આવેલા 112 લોકોની તપાસ કરવામાં આવી રહી છે.કોરોના વાયરસથી સંક્રમિત હોવાની ખાતરી કરવામાં આવી છે.અધિકારાઓએ જણાવ્યું કે,42000 લોકો પર નજર રાખવામાં આવી રહ્યું છે.