ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોનાના લક્ષણ દેખાતા સાસુએ 8 વર્ષની બાળકી સાથે વહુને રૂમમાં કરી બંધ - LATEST NEWS OF MP

રામપુરના આદર્શ નગરમાં રહેતી એક મહિલાએ તેની સાસુ પર કોરોના શંકાસ્પદ હોવાના નામે તેણીને ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ એક વીડિયો બનાવીને પોતના સંબંધીઓને મોકલ્યો છે.

કોરોના
કોરોના

By

Published : Jun 9, 2020, 3:52 PM IST

(મધ્યપ્રદેશ) જબલપુરઃ હાલ, ભારતભરના લોકો કોરોના કહેરના ભય હેઠળ જીવી રહ્યાં છે. દિવસેને દિવસે કોરોના કેસ વધારો થઈ રહ્યો છે. જેથી લોકો સામાન્ય છીંકને પણ કોરોના સમજીને પોતાના પરિવારને રૂમમાં પૂરી રહ્યાં છે. આવો જ કિસ્સો સામે આવ્યો છે. એક મહિલામાં કોરોનાના સમાન્ય લક્ષણ દેખાતા સાસુએ તેને 8 વર્ષની દિકરી સાથે એક રૂમમાં પૂરી દીધી હતી. જેથી મહિલાએ તેની સાસુ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે.

મહિલાએ તેના પરિવારનો બનાવ્યો વીડિયો

રામપુરના આદર્શ નગરમાં રહેતી એક મહિલાએ તેની સાસુ પર કોરોના શંકાસ્પદ હોવાના નામે તેણીને ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. રામપુર વિસ્તારમાં તેને એક ઓરડામાં 8 વર્ષની દીકરી સાથે ક્વોરેન્ટાઈન થયેલી મહિલાએ વીડિયો બનાવ્યો છે અને તેના પરિચિતોને મોકલ્યો છે. વીડિયોમાં મહિલા તેની સાસુ પર સતામણીનો આરોપ લગાવી રહી છે. મહિલાના કહેવા પ્રમાણે, તે અને તેની બાળકીને બે દિવસથી ઘરના એક નાનકડા રૂમમાં કેદ કરવામાં આવી છે.

ઘરની બહાર લગાવ્યું છે કોવિડ-19નું બોર્ડ

આ મહિલા આદર્શ નગરમાં રહે છે. તેના ઘરમાં કોરોના શંકાસ્પદ એટલે કે કોવિડ-19 નું પોસ્ટર ચોંટાડવામાં આવ્યું છે. મળતી માહિત પ્રમાણે, મહિલા ત્રણ દિવસ પહેલા જબલપુર આવી હતી. ત્યારબાદ શરદી થતાં તેને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details