ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના પોઝિટિવ મહિલાએ બાળકને જન્મ આપ્યો, માતા-બાળકને કોરોન્ટાઈન કરાયા - quarantined

કોવિડ-19 પોઝિટિવ સગર્ભા મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. ઈસ્લામ નગરની વતની મહિલાને બાદમાં સંજય નગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલ મહિલા તેના બાળક સાથે કોરોન્ટાઈન કરાઈ છે.

Corona positive woman gave birth to child, both mother-child quarantined
માતા-બાળકને ક્વોરેન્ટાઈન કરાયા

By

Published : Apr 19, 2020, 3:10 PM IST

ઉત્તર પ્રદેશ: કોરોના પોઝિટિવ મહિલાએ 16 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં જન્મ આપ્યો હતો. કોરોના પોઝિટિવ આ મહિલાની નંદગ્રામના એક નર્સિંગ હોમ ખાતે તેની પ્રસુતિ કરવામાં આવી હતી.

ઈસ્લામ નગરની વતની આ મહિલાને બાદમાં સંજય નગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યા તેને તેના બાળક સાથે કોરોન્ટાઈન કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગની ટીમે તેના ઘર તેમજ આસપાસના વિસ્તારને સેનેટાઈઝ કર્યો હતો. આ સાથે મહિલાના પરિવારને પણ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. સરકારી હોસ્પિટલે દાવો કર્યો છે કે, માતા અને નવજાત બંને સ્વસ્થ છે. હોસ્પિટલમાં તેમને એલ-2 કેટેગરીના વોર્ડમાં તમામ સાવચેતી સાથે રાખવામાં આવશે.

ગાઝિયાબાદમાં અત્યાર સુધીમાં 30 પોઝિટિવ કેસ નોંધાયા છે આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, 7 લોકો સ્વસ્થ થઈ ગયા છે. હવે શહેરમાં 23 પોઝિટિવ કેસ છે.

ABOUT THE AUTHOR

...view details