ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતમાં કોરોના : અત્યાર સુધીમાં 30 કેસની પુષ્ટિ, ગૃહ સચિવે કરી સમીક્ષા - ભારતમાં કોરોના

ભારતે પણ કોરોના વાયરસ સામે લડવાની તૈયારી કરી લીધી છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ પડોશી દેશોથી આવતા લોકોની તપાસ પ્રક્રિયાની સ્થિતિની સમીક્ષા કરી છે. તેઓએ બધા એન્ટ્રી પોઇન્ટ પર ડૉકટરોની ગોઠવણી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 30 કેસ નોંધાયા છે અને સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 95 હજારને વટાવી ગઈ છે.

ETV BHARAT
ભારતમાં કોરોનાઃ અત્યારસુધી 30 કેસની પુષ્ટિ, ગૃહ સચિવે કરી સમીક્ષા

By

Published : Mar 6, 2020, 12:27 PM IST

નવી દિલ્હીઃ ખતરનાક કોરોના વાયરસનો કહેર ભારત પર પણ મંડરાય રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના 30 કેસ સામે આવ્યા છે, જેમાંથી ત્રણને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ગૃહ સચિવે તૈયારીઓની સમીક્ષા કરી

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ પડોશી દેશોથી આવનારા લોકોની સ્ક્રીનીંગ પ્રક્રિયાની સ્થિતિની સમીક્ષા કરી છે અને અધિકારીઓને એન્ટ્રી પોઇન્ટ પર 24 કલાક ડૉકટરોની હાજરી અંગે સુનિશ્ચિત રહેવા કહ્યું છે.

દવાનો નથી અભાવ

ગુરૂવારે સરકારે કહ્યું હતું કે, દેશમાં દવાઓ અને તેના કાચા માલની કોઈ અછત નથી. આગામી 3 મહિના સુધી દવાઓના ઉત્પાદન માટે કાચા માલનો પૂરતો પૂરવઠો ઉપલબ્ધ છે.

દિલ્હીમાં કોરોના વાયરસ

વિશ્વના ઘણા દેશોમાં ઝડપથી ફેલાતા કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ ભવનનું પ્રખ્યાત મોગલ ગાર્ડન શનિવારથી સામાન્ય લોકો માટે બંધ રહેશે.

16 હજારથી વધુને નથી મળી બંદર પર ઉતરવાની મંજૂરી

શિપિંગ મંત્રાલયે ગુરૂવારે ખુલાસો કર્યો છે કે, સાવચેતી રૂપે ચીન અથવા કોરોના વાયરસથી પ્રભાવિત દેશોથી આવેલા 452 જહાજોના 16,076 મુસાફરો અને ક્રૂ સભ્યોને સાવચેતી તરીકે ભારતીય બંદરો પર ઉતરવાની મંજૂરી આપવામાં આવી નથી.

ABOUT THE AUTHOR

...view details