અમરાવતીઃ દેશમાં બેકાબૂ બનેલા કોરોનાના સંક્રમિત દર્દીઓના મોત આંકડા સતત વધી રહ્યાં છે, ત્યારે કોરોના દર્દીઓના મૃતદેહને અમાનવીય વ્યવહારની ઘટનાન સામે આવી છે. તાજેતરમાં આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં કોરોના સંક્રમિત 3 દર્દીઓને અમાનવીય રીતે JCBથી ખાડામાં દફનાવવાયા હતા. આ અંગે રામોજી ગૃપના ઈનાડુ અખબારે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, ત્યારબાદ જિલ્લા સંયુક્ત કલેક્ટરે આ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
આંધ્રમાં JCBથી મૃતદેહ દફનાવાયા, રામોજી ગૃપના ઈનાડુ અખબારના અહેવાલ બાદ તંત્ર જાગ્યું - CORONA CASE IN andhra pradesh
આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં કોરોના સંક્રમિત ત્રણ દર્દીઓના મૃતદેહને JCBની મદદથી દફનાવાયા હતા. જે અંગે ઈનાડુ અખબારે અહેવાલ પ્રકાશિત કર્યો હતો. ત્યારબાદ જિલ્લા સંયુક્ત કલેક્ટરે આ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
આ અહેવાલને તેલુગુ અખબાર ઈનાડુ દ્વારા 'બ્યુઅલ ઓફ કોવિડ ડેથ ઇન પેના' શીર્ષક હેઠળ પ્રકાશિત કરાયો હતો. જેની નોંધ લેતા નેલ્લોર જિલ્લાના સંયુક્ત કલેક્ટર પ્રભાકર રેડ્ડીએ અધિકારીઓને સમગ્ર મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સંયુક્ત કલેકટરે આ બાબતની તપાસ માટે નેલ્લોર આર.ડી.ઓ.ને લોકપાલ તરીકે નિયુક્ત કર્યા છે.
આ અંગે અધિકારીઓ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમિત 3 દર્દીઓના મૃતદેહને નેલ્લોરમાં પના નદી કિનારે તમામ નિયમોનું પાલન કરીને JCB દ્વારા મૃતદેહને દફન કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મળતી માહિતી પ્રમાણે, કોરોનાના ભયને કારણે મૃતકોના પરિવારો મૃતદેહ લઈ જતા ન હોવાથી સંબંધિત સરકારી વિભાગ દ્વારા કોરોના ચેપગ્રસ્ત મૃતદેહોને દફન કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.