ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મધ્ય પ્રદેશ વિધાનસભાના ચોમાસા સત્ર પર મંડરાઇ રહ્યું છે કોરોના સંકટ

20 જુલાઈથી મધ્યપ્રદેશમાં વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે. આ ચોમાસા સત્રમાં રાજ્ય સરકારનું બજેટ પણ રજૂ કરવામાં આવશે. પરંતુ ગૃહ મંત્રાલયના આદેશ અને મધ્યપ્રદેશમાં સતત વધી રહેલા કોરોના વાઇરસની સંખ્યાને ધ્યાનમાં રાખીને હવે વિધાનસભાના ચોમાસા સત્ર પર કોરોના સંકટ મંડરાઇ રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે, ચોમાસુ સત્ર કેટલો દિવસનું હશે, સત્ર મુલતવી રાખવામાં આવશે કે ટૂંકું કરવામાં આવશે, તે અંગે શંકા છે.

By

Published : Jul 16, 2020, 7:21 PM IST

Updated : Jul 16, 2020, 7:49 PM IST

ETV bharat
એમપી વિધાનસભાના ચોમાસા સત્ર પર કોરોના સંકટ

મધ્ય પ્રદેશ: મધ્ય પ્રદેશમાં કોરોના વાઇરસ સતત વધી રહયો છે અને વિધાનસભાની સંખ્યાની હિસાબે વાત કરીએ તો ત્યાં 206 ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં, ધારાસભ્યોની સંખ્યા સિવાય વિધાનસભાના અધિકારીઓ, ધારાસભ્યો સાથે આવતા તેમના સહાયકો અને આ બધાની ગણતરી કરવામાં આવે તો 1000 થી વધુ લોકો એકત્રિત થઇ જશે.આવી સ્થિતિમાં કોરોના સંક્રમણનું જોખમ વધી જશે.વિધાનસભાના પ્રોટેમ સ્પીકર રામેશ્વર શર્માનું કહેનું છે કે આ મામલે ટૂંક સમયમાં સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવશે. અને આ બાબતે ચર્ચા કરવામાં આવશે, કારણ કે અત્યાર સુધીમાં ડઝનેક ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે. આવામાં સામાજિક અંતર અને અન્ય પ્રોટોકોલોનું પાલન કેવી રીતે કરવું તે અંગે સર્વપક્ષીય બેઠકમાં તમામ નેતાઓની સાથે ચર્ચા કરવામાં આવશે.

નિષ્ણાંતોના મતે કોરોના સાથેના વળાંકને ધ્યાનમાં રાખીને સત્રને ટૂંકાવી પણ શકાય છે.કારણ કે આ સત્રમાં બજેટ રજૂ કરવું પડશે, આ કારણે વિધાનસભા સત્રનો સમયગાળો પાંચ દિવસ કે એક-બે દિવસનો કરી શકાય છે. રાજકીય વિશ્લેષક શિવમ પટારિયાના જણાવ્યા મુજબ આ સત્રમાં અધ્યક્ષ, ડેપ્યુટી સ્પીકરની ચૂંટણીની સાથે બજેટ પણ પસાર થવું પડશે. આવી સ્થિતિમાં બંધારણીય જવાબદારીને કારણે સરકાર બજેટ સત્ર ટૂંકું કરી વિધાનસભાની કાર્યવાહી પૂર્ણ કરી શકે છે.

જણાવવામાં આવે તો મધ્ય પ્રદેશ વિધાનસભાના ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે.અને હાલના સમયમાં મધ્ય પ્રદેશમાં કોરોના। વાઇરસ સતત વધી રહ્યો છે.તેમજ કેટલાક ધારાસભ્યો પણ કોરોના સંક્રમિત થઇ ચુક્યા છે.આવામાં વિધાનસભાની કાર્યવાહીને કેવી રીતે પૂર્ણ કરવામાં આવશે.જેમાં કોરોના સંક્રમણથી બચી શકાય અને સોશ્યિલ ડિસ્ટેન્સનું પાલન પણ થાય તે અંગે સર્વપક્ષીય બેઠકમાંજ નિર્ણય થશે.

Last Updated : Jul 16, 2020, 7:49 PM IST

ABOUT THE AUTHOR

...view details