મુંબઇઃ કોરોનાથી સૌથી વધુ અસર ગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના 3,041 નવા કેસ આવ્યા છે, જ્યારે 58 લોકોના મોત પણ થયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસની સંખ્યા 50 હજારને પાર થઇ ગઇ છે, મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 50,231 સુધી પહોંચી છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસની સંખ્યા 50 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3041 નવા પોઝિટિવ કેસ - Corona virus
દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના 3,041 નવા કેસ આવ્યા છે, જ્યારે 58 લોકોના મોત પણ થયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસની સંખ્યા 50 હજારને પાર થઇ ગઇ છે, મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 50,231 સુધી પહોંચી છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ 50 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં 3,041 નવા કેસ
રવિવારે સાંજે મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા અપડેટ પ્રમાણે રાજ્યમાં કુલ 33,988 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધીમાં 1,635 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યાં છે. રવિવારે કુલ 1,196 દર્દીઓને વિવિધ હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 14,600 દર્દીઓ સ્વસ્થ થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓનો હાલ રિક્વરી રેટ 29.07 ટકા છે.