ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિશેષ લેખઃ વિદેશી તેલની જ્વાળાઓ પર રસોઈ... - International market

ન્યૂઝ ડેસ્ક: રાંધણ તેલની આયાતની કિંમત રૂ. 75 હજાર કરોડ છે. દેશના પૈસા વિદેશી ખેડૂતોના હાથમાં જાય છે. દેશમાં તેલીબિંયાં પાકની ખેતી ઘટી રહી છે. વિદેશની સરકારો દ્વારા લેવાતા નાનામાં નાના પ્રક્રિયાગત નિર્ણયો પણ ભારતીય રસોડામાં આગ લગાડે છે. ઈન્ડોનેશિયા અને મલયેશિયામાં જૈવ ઈંધણનો વપરાશ 10 ટકા વધુ વધારવાના નિર્ણયે આપણા ખાદ્ય તેલના ભાવો વધાર્યા છે.

Cooking
વિદેશી તેલની જ્વાળાઓ પર રસોઈ

By

Published : Jan 17, 2020, 5:20 PM IST

ચાર મહિનાના ગાળામાં આંતરરાષ્ટ્રીય બજારમાં તાડ તેલના (પામ ઓઇલ) ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 5 હજાર 445થી વધીને રૂ. 6 હજાર 914 થઈ ગયા છે. પામ તેલની કિંમત લિટરે રૂ. 85 છે. તાડના તેલનો ઉપયોગ મોટા ભાગે ગરીબ અને સામાન્ય લોકો દ્વારા રસોઈના તેલના મૂળ પ્રકાર તરીકે થાય છે.

માગ વિરુદ્ધ આયાત ખર્ચનું કોષ્ટક

સિંગ, સોયાબીન, સરસિયા અને સૂરજમુખીના તેલની કિંમત પણ આ દિવસોમાં આકાશે આંબવા લાગી છે. કપાસનાં બીના તેલની કિંમતો પણ વધી રહી છે. તેલિબિંયાના પાકની ખેતી માટે ખેડૂતોને ભંડોળ, અનુદાન અને પ્રોત્સાહન આપવા પોતાની અસમર્થતા જણાવી રહેલી સરકાર બીજી તરફ, વિદેશથી તેલ આયાત કરવા રૂ. 75 હજાર કરોડ જેટલી મોટી રકમ વાપરી રહી છે.

આ આંકડો આ વર્ષે રૂ. 80 હજાર કરોડે પહોંચે તો આશ્ચર્ય ન થવું જોઈએ. વર્તમાન નાણાકીય વર્ષમાં સરકારે રૂ. 75 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે. જેથી 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ' હેઠળ દરેક ખેડૂત પરિવારને પ્રતિ વર્ષ તેના ખાતામાં રૂ. 6 હજાર આપી શકાય. ગયા નવેમ્બરમાં ભારતે આર્જેન્ટિના, બ્રાઝિલ, રોમાનિયા, રશિયા, યુક્રેન, મલયેશિયા, ઈન્ડોનેશિયા અને સાઉદી અરેબિયાથી 1.096 કરોડ ટન ખાદ્ય તેલ આયાત કર્યું હતું. આ એક મહિનામાં જ સાઉદી અરેબિયાના રણ દેશમાંથી 11 હજાર ટન સોય તેલ મેળવવામાં આવ્યું હતું.

સ્વદેશી તેલ પર પ્રચાર

બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા ત્રણ દાયકાથી જે ઝુંબેશ ચલાવે છે તેના લીધે ઘર આંગણે જે રીતે ખાદ્ય તેલનો વપરાશ થતો હતો તે રીત બદલાઈ છે. એક સમયે સિંગ, નારિયેળ, સીસમ અને સરસિયા તેલની સાથે શુદ્ધ ઘીનો ઉપયોગ દેશમાં થતો હતો. આ તેલ હૃદય માટે સુરક્ષિત છે તેવી અફવાઓના આધારે આરોગ્ય અને સુખાકારી પર વ્યાપક ઝુંબેશના લીધે વિદેશમાં પ્રાપ્ય સોયાબીન, પામ ઓઇલ અને સૂરજમુખીના તેલનો વપરાશ દેશમાં વધ્યો છે. ઉદાહરણ તરીકે ગયા વર્ષે (નવેમ્બર 2018થી ઓક્ટોબર 2019 સુધી) 1.49 ટન ખાદ્ય તેલની આયાત કરવામાં આવી હતી. અગાઉના વર્ષની સાથે સરખાવવામાં આવે તો આ 4 લાખ ટન અધિક આયાત છે. કુલ આયાત તેલના 98 ટકા તેલ (એટલ કે 147 કરોડ ટન) પામ ઓઇલ, સૂરજમુખી અને સોયાબીન તેલ છે.

ભારતીયો દ્વારા વપરાતા પરંપરાગત રાંધણ તેલનો હિસ્સો નોંધપાત્ર રીતે ઘટ્યો છે. સંકર કપાસ દ્વારા કપાસની ઉપજ વધારવાના દ્રષ્ટિકોણ સાથે વિવિધ બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા આપણા બજારમાં લાવવામાં આવેલા બીટી કોટનનાં બીમાંથી તેલનું ઉત્પાદન 12 લાખ ટને પહોંચી ગયું છે. એ નોંધપાત્ર છે કે, યુરોપીય સંઘ (ઈયુ) સાવ ઓછી ગુણવત્તાના કપાસના ઉત્પાદન માટે આ જ બીટી કોટનની ખેતીને અનુમતિ આપતું નથી. જો કે, આ બી આપણા દેશમાં બે દાયકાથી પણ વધુ સમયથી ઘૂસેલા છે. ઉપરાંત આવા કપાસના પાકમાંથી બનેલું તેલ આપણા આહારમાં ચોરીછૂપીથી ઘૂસી ગયું છે. બીટી કોટનના બીના તેલના પ્લાન્ટ ગુજરાતમાં ઘણા છે. કપાસ મિલના વેપારીઓએ તેની સ્થાપના તેલંગણાના રાજ્યમાં અત્યાધુનિક યંત્રોની મદદથી કરી હતી. તેમણે વધુમાં રાજ્ય સરકારને ખાદ્ય શુદ્ધિકરણ યોજના હેઠળ ઔદ્યોગિક રાહતો આપવા વિનંતી કરી છે.

રાંધણ તેલની અછત એટલી તીવ્ર છે કે, લોકો કોઈ પણ ગુણવત્તાનું તેલ વાપરવા તૈયાર છે. ભૂતકાળમાં બીટી અને સરસિયાનાં બીની ખેતી કરવા પ્રોત્સાહનના કેન્દ્રના પ્રયાસો દેશભરમાં ભીષણ વિરોધના લીધે અટકી ગયા હતા. પરંતુ બીટી કોટનના તેલનો વધતો વપરાશ રાંધણ તેલની વિકટ તંગીનો પુરાવો છે. શુદ્ધ કરાયેલા તેલો હૃદય માટે સારા છે, તેવી જાગૃતિ વધી રહી છે અને પરિણામે અંદાજે 27.30 લાખ ટન શુદ્ધ કરાયેલું તેલ વિદેશથી ગયા વર્ષે આયાત કરાયું હતું.

સિંગતેલમાં ચરબી વધુ હોય છે અને તે હૃદય માટે સારું નથી તેવા પ્રચારના કારણે આપણા દેશમાં ઉગાડાતી ગુણવત્તાવાળી મગફળીની અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવે છે. દેશનો આ બારમાસી પાક ગયા વર્ષે 10 લાખ એકરમાં ઉગાડાયો હતો જેનાથી 27.33 લાખ કઠોળ મળ્યું હતું. આમાંથી માત્ર 13.46 (એટલે કે 3.68 લાખ ટન મગફળી) તેલ ઉત્પાદિત કરાયું હતું તેમ ભારતીય તેલ મિલોના સંઘના તાજા અહેવાલમાં જણાવાયું છે.

અંદાજે 3.15 લાખ ટન પાકની વિદેશમાં નિકાસ કરાઈ હતી. આપણી મગફળી જે બિનખાદ્ય પ્રકારની હોવાનો દાવો કરાય છે તેની ગુણવત્તાની ઉચ્ચ ગુણવત્તાના તેલના ઉત્પાદન માટે આંતરરાષ્ટ્રીય બજારમાં માગ છે. જ્યારે ઘરઆંગણે 12 લાખ ટન સોયાબીન ઉગાડાઈ હતું, તેમાં માત્ર 86.80 લાખ ટન સોયાબીન તેલનું જ ઉત્પાદન થયું હતું. વધુમાં, આર્જેન્ટિના અને બ્રાઝિલ જેવા સુદૂર દેશોમાંથી 3.1 કરોડ ટન સોયાબીન તેલ આયાત કરાયું હતું.

  • નીચે માગ વિરુદ્ધ આયાત ખર્ચને કોષ્ટકના રૂપમાં રજૂ કરાયો છે.

વર્તમાન રવી ઋતુ ગયા ઓક્ટોબરમાં શરૂ થઈ અને ડિસેમ્બરના અંત સુધીમાં પૂરી થઈ. દેશભરમાં તેલીબિયાંના પાકની ખેતી 1.85 કરોડ એકરે પહોંચી ગઈ. ગયા વર્ષે આ જ સમયગાળામાં આનાથી વધુ 1.5 લાખ એકર જમીનમાં તેની લણણી થઈ હતી. આ પાકની રવી લણણી આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં થઈ ગઈ છે. વર્ષ 2018માં કૃષિ મંત્રાલયે ખાદ્ય તેલનું ઉત્પાદન વર્ષ 2022 સુધીમાં બમણું કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. જોકે એ નોંધવું જોઈએ કે, બીજા વર્ષના અંત સુધીમાં એટલે કે 2019માં જ વાવણી અને લણણી કરાતા વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. દેશમાં તેલીબિયાંના પાકની ખેતી માટે યોગ્ય રણનીતિનો અભાવ છે. કુલ વાવણીલાયક 2.60 કરોડ હેક્ટર જમીન પૈકી 72 ટકા જમીન વરસાદ આધારિત વાવણી કરે છે.

મુખ્ય સમસ્યા એ છે કે, સ્થાનિક લોકોની જરૂરિયાત પૂરી કરવા વિસ્તાર મુજબ પાકનો અભાવ છે. રાજ્યના બાગાયતી વિભાગનો દાવો કે તેલંગણમામાં 7 લાખ એકરમાં ઓઈલ પામ છોડની વાવણી કરવાની અનુમતિ બે વર્ષ માટે નથી અપાઈ તે પ્રશાસનની ગંભીર ભૂલનો પુરાવો છે. તેના કારણે ગત દસ વર્ષમાં ખાદ્યતેલની આયાત 174 ટકા વધી ગઈ છે. તેલીબિયાં પાક મિશન હેઠળ રાષ્ટ્રીય સ્તરનું ભંડોળ છે. તેમ છતાં તેના પર કોઈ સફળ પરિણામો નથી મળ્યાં. રાજ્ય સરકારો ખેડૂતોને આ પાકની ખેતીથી બીજે વાળવામાં ખરાબ રીતે નિષ્ફળ ગઈ છે. વર્તમાનમાં, 73.10 લાખ ટન ખાદ્ય તેલ દેશમાં ઉગતા પાકમાંથી બનાવાય છે. કેન્દ્ર વર્ષ 2022-23ના અંત સુધીમાં તે 1.36 કરોડ ટન વધારવા માગે છે. હાલમાં વ્યક્તિ દીઠ વપરાશ 19 કિગ્રા છે અને તે નિર્ધારિત સમયગાળામાં 22 કિગ્રા સુધી પહોંચવા અપેક્ષા છે. આ માગને પહોંચી વળવા દેશનું તેલ પાકનું ઉત્પાદન 50 ટકા એટલે કે 3.10 કરોડ ટન વધવું જોઈએ. આ હેતુ માટે, ખેતી હેઠળનો વિસ્તાર 3.10 કરોડ હેક્ટર હોવો જોઈએ.

ખેડૂતોને પ્રોત્સાહિત કરવાની જરૂર

નવ સામાન્ય તેલીબિયાં પાકમાંથી તેલનું ઉત્પાદન કરવું મુશ્કેલ બની રહ્યું છે. તેથી એવી કલ્પના કરાય છે કે, રાઈસ બ્રાન, નારિયેળ અને કપાસનાં બીંમાંથી તેલનું ઉત્પાદન વધારવું જેથી વર્ષ 2022 સુધીમાં ઉત્પાદન 52.20 લાખ ટન વધે. જો આ લક્ષ્યાંકો પૂરા થશે તો એ સંભવ છે કે, હાલ 64 ટકાના દરે આયાત કરાય છે તે ઘટીને 15 ટકા થઈ જશે. તેના દ્વારા અંદાજે રૂ. 5 કરોડ સરકારી તિજોરીમાં બચવા આશા છે. ખેડૂતોને પાકની ખેતીનો વિસ્તાર વધારવા પ્રોત્સાહિત કરવા જોઈએ. જો સરકાર ટેકાના ભાવે પાકની ખરીદી માટે ‘બાયબેક’ કરાર આપે તો ખેડૂતોનાં ખેતીમાં હિતો ટકી રહેશે. આ પાક ઉગાડતા ખેડૂતો ફળદ્રુપ જમીનનો ઉપયોગ કરી રહ્યા છે. જે વરસાદ આધારિત ખેતીને ઉત્તેજન આપે છે અને આથી આ વિસ્તારો કુદરતી આપત્તિનો ભોગ બને તેવા ખૂબ જ હોય છે.

ખેડૂતોને ગુણવત્તાવાળાં બી નિઃશુલ્ક આપવાં જોઈએ અને સંશોધન કેન્દ્રોને નિરીક્ષણની જવાબદારીઓ આપવી જોઈએ. તેલુગુ ખેડૂતોને વિશેષ પ્રોત્સાહનો આપવાં જોઈએ કેમ કે, તેઓ દેશમાં સર્વોચ્ચ ગુણવત્તાવાળી મગફળીની જાતિ ઉગાડી રહ્યા છે. વિશ્વભરમાં રાંધણ તેલનો માથા દીઠ વપરાશ વર્ષ 2030 સુધીમાં 45 ટકા વધવા આગાહી છે. બીજી તરફ વિદેશમાંથી હાલમાં 1.5 કરોડ ટનથી વધુ તેલની આયાત દેશની વધતી વસતિની જરૂરિયાતોને પહોંચી વળવા 2.5 કરોડે પહોંચવા ધારણા છે. લોકોની ખરીદશક્તિ વધે છે તેમ રાંધણ તેલની માગણી પણ વધશે.

સરકારોએ આ પરિસ્થિતિનો પૂરેપૂરો ઉપયોગ કરીને દેશમાં તેલના પાકની ખેતી માટે પ્રોત્સાહન આપવું જોઈએ. ખેડૂતો પાસેથી સીધો પાક ખરીદવા અત્યાધુનિક મિલોની સ્થાપના કરવી જોઈએ. શુદ્ધ કરેલ તેલની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાવો જોઈએ. તેલીબિયાંની ખેતીમાં અન્ય પાકોની ખેતી અટકાવવી જોઈએ. જો આ પગલાં અમલમાં નહીં મૂકાય તો દેશના લોકોની આર્થિક, આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા ભવિષ્યમાં ખતરામાં મૂકાશે.

ABOUT THE AUTHOR

...view details