ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગોધરા રમખાણનો ગુનેગાર ઈન્દોરના મંદિરમાં સેવા આપી રહ્યો છે - ગોધરા રમખાણોના દોષી

ગુજરાતના ગોધરામાં થયેલા દંગાના આરોપી હાલમાં ઇન્દોરના એક મંદિરમાં સેવા કરી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે હાલમાં જ ગુજરાતના આણંદ જિલ્લામાં થયેલા દંગામાં 15 આરોપીઓનેે સેવાના બદલામાં શરતી જામીન આપ્યા છે. આરોપી ઇન્દોરમાં છે. જ્યારે 7 આરોપીઓ સેવા કાર્ય માટે જબલપુર ખાતે મોકલ્યા છે.

ઈન્દોર મંદિરમાં સેવા આપતા ગોધરા રમખાણોના દોષી
ઈન્દોર મંદિરમાં સેવા આપતા ગોધરા રમખાણોના દોષી

By

Published : Feb 12, 2020, 4:32 PM IST

Updated : Feb 12, 2020, 8:51 PM IST

ઇન્દોર: કોર્ટની શરતો મુજબ આ તમામ આરોપીઓને મહિનાના પ્રથમ દિવસે જિલ્લા સંબંધિત પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે. જ્યારે બીજા દિવસોમાં મંદિર અથવા હોસ્પિટલમાં સેવા તરીકે કામ કરવુ પડશે. જેમા ઇન્દોર ખાતે લઇ આવેલા 6 આરોપીઓને સવારે મંદિરમાં સાફ સફાઇ અને પુજાની તૈયારીઓ કરવાની હોય છે.

ઈન્દોર મંદિરમાં સેવા આપતા ગોધરા રમખાણોના દોષી

ઉલ્લેખનીય છે કે, ગોધરા કાંડમાં ટ્રેન સળગાવ્યા બાદ હિંસા ફેલાઇ હતી. તે સમયે આણંદ જિલ્લામાં થયેલા સાંપ્રદાયિક દંગા સમયે પોલીસ આ આરોપીઓની ધરકપડ કરી હતી. જેનો કેસ ચાલતા કોર્ટે તેને ઉંમર કેદની સજા ફટકારી હતી. ઘટનાના 8 વર્ષ થયા બાદ આરોપીઓને જામીન મળવા પર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં સેવાનું કામ કરવાનો આદેશ આપ્યો છે.

Last Updated : Feb 12, 2020, 8:51 PM IST

ABOUT THE AUTHOR

...view details