ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુંબઈઃ DCPની બદલીનો ઓર્ડર પાછો ખેંચાયો, પોલીસ કમિશ્નરે ઠાકરે સાથે કરી મુલાકાત - મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે

મુંબઈમાં 10 DCPની બદલી કરવાવાળો ગૃહ વિભાગનો આદેશ મહારાષ્ટ્ર સરકારે પાછો ખેંચી લીધો છે. આની થોડી કલાકો બાદ મુંબઈ પોલીસ કમિશ્નરે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી.

ETV BHARAT
મુંબઈઃ DCPની બદલીનો ઓર્ડર પાછો ખેંચાયો, પોલીસ કમિશ્નરે ઠાકરે સાથે કરી મુલાકાત

By

Published : Jul 6, 2020, 2:31 AM IST

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મુંબઇમાં 10 DCPની બદલી કરનારા ગૃહ વિભાગના આદેશને પાછો ખેંચી લીધો છે. સરકારના આ નિર્ણયની કેટલીક કલાકો બાદ મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીરસિંહે રવિવારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી.

મુખ્યમંત્રી કાર્યાલય (CMO)ના એક અધિકારીએ જણાવ્યું કે, આ બેઠક બાંદ્રામાં ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી ખાતે કરવામાં આવી હતી.

મુંબઈ પોલીસના 10 DCPની બદલી કરવાના ગૃહ વિભાગના આદેશને રાજ્ય સરકાર દ્વારા રદ કર્યા બાદ આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આને લઇને અટકળો ચાલી રહી છે કે, ઠાકરેની આગેવાનીવાળી મહાવિકાસ આઘાડી સરકારમાં શિવસેના અને NCP વચ્ચે સંકલનનો અભાવ છે.

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ગુરુવારે DCPની બદલીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, પરંતુ રવિવારે જાહેર કરાયેલા નવા આદેશ મુજબ બદલીઓ રદ કરવામાં આવી હતી અને DCPને તેની હાલની પોસ્ટિંગ ચાલુ રાખવા અંગે કહેવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે રવિવારે કહ્યું હતું કે, મુંબઈ પોલીસ કમિશ્નર દ્વારા કરવામાં આવેલી બદલીને CMO સાથે ગૃહ વિભાગે પણ રદ કરી છે. દેશમુખ NCPના છે. તેમણે દાવો કર્યો હતો કે, ગઠબંધનના ભાગીદાર શિવસેના, NCP અને કોંગ્રેસ વચ્ચે સંપૂર્ણ સમન્વય છે અને તેમાં કોઈ મતભેદ નથી.

જો કે, પ્રધાને બદલી ઓર્ડર રદ કરવા પાછળનું કોઈ કારણ જણાવ્યું નથી.

ગૃહ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે ટ્રાન્સફર ઓર્ડર પર પુનર્વિચાર કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details