ગત રોજ બી.એસ. યેદીયુરપ્પાએ જાહેરાત કરી હતી કે, તમામ બીજેપી ધારાસભ્યો ગૃહની અંદર રહેશે, જ્યાં સુધી ફ્લોર ટેસ્ટ કરવામાં નહીં આવે ત્યાં સુધી તમામ ધારાસભ્યો ગૃહની અંદર જ રહેશે. મહત્વનું છે કે, ભાજપના ધારાસભ્યો રાત્રિભોજન લઈ ગૃહમાં જ સુઈ ગયાં હતાં. જ્યાં શુક્રવારે સવારે મોર્નિગ વૉક માટે પણ નીકળ્યા હતાં.
કર'નાટક' નો ડખો ફરી પહોંચ્યો સુપ્રીમમાં..! - kumarswami
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા કર્ણાટકના ડર્ટી પોલીટીક્સનો આજે અંત આવે તેવી શક્યતા હતી. આજે 1.30 વાગ્યા સુધી વિધાનસભામાં વિશ્વાસનો મત રજુ કરવાના આદેશ આપ્યો હતો. જેને લઇને મામલો સુપ્રીમ કોર્ટમાં ખસેડાયો છે.
કર્ણાટકમાં 'નાટક' યથાવત, ભાજપના નેતાઓ ગૃહમાં જ સુઈ ગયાં
ફ્લોર ટેસ્ટ માટે ગુરુવારે કર્ણાટકના ગવર્નર વાજુભાઈ વાળાએ મુખ્યપ્રધાન કુમારસ્વામીને બપોરે 1.30 સુધી ફ્લોર ટેસ્ટ કરવા આદેશ આપ્યો છે. ત્યાસર બાદ ફરી તેને 6 વાગ્યા સુધી બહુમતી સાબીત કરવા પત્ર મોકલ્યો છે. જેને લઇને હવે આ સમગ્ર મામલો મુખ્યપ્રધાન કુમાર સ્વામીએ સુપ્રિમ કોર્ટંમાં ખસેડેલ છે.
Last Updated : Jul 19, 2019, 5:57 PM IST