થોડા મહિના અગાઉ એજાઝ ખાનની નવી મુંબઈના બેલાપુરથી ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં, એજાઝ ખાન જામીન પર બહાર આવ્યો હતો. જે બાદ હવે ફરી એક વખત સાયબર પોલીસે તેની ધરપકડ કરી છે.‘જો ઉખાડના હૈ… ઉખાડ લે’ શીર્ષકવાળા તે ટીકટોક વીડિયો એક ચોક્કસ સમાજ વિરુદ્ધ હિંસા ભડકાવવા માટે લોકોને ઉશ્કેરતો હોવાનું કહેવાય છે.
સોશિયલ મીડિયા પર વાંધાજનક Tik Tokનો વીડિયો પોસ્ટ કરવા બદલ અભિનેતા એજાઝ ખાનની ધરપકડ - tiktok
ન્યૂઝ ડેસ્ક: સાયબર પોલીસે અભિનેતા એજાઝ ખાનની ધરપકડ કરી છે. એજાઝ ખાને સોશયલ મીડિયા પર વાંધાજનક ભાષામાં tik tokનો વીડિયો પોસ્ટ કર્યો હતો. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી છે.
એક ટોળાએ તબરેઝ અન્સારી નામના એક નાગરિકની કરેલી હત્યાનો બદલો લેવા માટે આ ટીકટોક વીડિયો બનાવાયો હોવાનું મનાય છે. આ વીડિયોમાં એજાઝ ખાન એક ચોક્કસ સમુદાયનાં લોકોને મારી નાખવાની ધમકી આપતો જોવા મળ્યો છે. જેને લઈ એજાઝની ધરપકડ કરવામાં આવી છે. કોમવાદી લાગણી ભડકાવવા ઉપરાંત એ વીડિયોમાં મુંબઈ પોલીસને પણ ખરાબ રીતે પ્રદર્શિત કરવામાં આવી છે. એજાઝ ખાનની આ પહેલી જ વાર ધરપકડ કરાઈ નથી. અગાઉ કેફી દ્રવ્યો કથિતપણે રાખવા બદલ એન્ટી-નાર્કોટિક્સ વિભાગે એને અટકાયતમાં લીધો હતો. બાદમાં તેને જામીન પર છોડી મૂકવામાં આવ્યો હતો.
વિવાદાસ્પદ ટીકટોક વિડિયો પોસ્ટ કર્યા બાદ એજાઝ ખાન ભાગી ગયો હતો. ત્યારે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ એને ઝડપી પાડ્યો હતો.