ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પનીરના બદલે ચિકન ડિલિવરી કરતા zomato પર 55 હજારનો દંડ ફટકાર્યો - ZOMATO

પુણે: શહેરની એક કન્ઝ્યુમર કોર્ટે ફુટ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો અને એક હોટલ પર શાકાહારી વાનગીની જગ્યાએ માંસાહારી વાનગી ડિલિવરી કરવા પર 55 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કન્ઝ્યુમર કોર્ટે ઝોમેટોને 45 દિવસમાં શહેરના વકીલ ષણમુખ દેશમુખને દંડ ભરવાનો આદેશ કર્યો હતો. અહીં તેમણે એક વાર નહીં પણ બે વાર માંસાહારી વાનગી ડિલિવરી કરી હતી.

'Zomato' એ કરી ભુલ ચૂકવ્યો 55 હજારનો દંડ

By

Published : Jul 8, 2019, 10:21 AM IST

આ અંગે મળતી માહિતી મુજબ ગ્રાહકે ઝોમેટોના માધ્યમથી પનીર બટર મસાલાનો ઓર્ડર આપ્યો હતો. જેના બદલે ઝોમેટો દ્વારા બટર ચીકન ડિલિવરી કરવામાં આવી હતી.

જો કે આ બન્ને વાનગીઓ ગ્રેવી વાળી હોવાથી તેઓને ખબર ન રહેતા તેઓએ પનીર સમજીને તે વાનગી આરોગી હતી.

તો ઝોમેટોના જણાવ્યા અનુસાર વકીલે કંપનીને બદનામ કરવા માટે કંપની વિરૂદ્ધ ફરિયાદ કરી છે. જ્યારે તેમને તે વાનગીની રકમ પણ પરત કરી દેવામાં આવી હતી.

ઝોમેટોએ કન્ઝ્યુમર ફોરમને જણાવ્યું હતું કે, ખામી તે હોટલ દ્વારા સર્જાઇ હતી. જેણે અલગ વાનગીને પેક કરીને મોકલી આપી હતી. પણ ફોરમે આ ઘટનાને સમાન રૂપે દોષી માન્યા હતા.

જો કે હોટલે પોતાની ભુલની સ્વિકારી લીધી હતી.

ઝોમેટો અને હોટલની સેવામાં ભુલચુક માટે 50 હજાર રૂપિયા અને માનસિક ત્રાસ માટે બાકીની રકમની ભરપાઇ કરવાના આદેશ આપ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details