ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના વૉરિયર્સઃ આ પોલીસ કૉન્સ્ટેબલની દેશભક્તિ જોશો તો આ સમયે ક્યારેય ઘરની બહાર નહીં જાઓ - સિરમૌર

પોતાના નવજાત બાળકના મોત પર એક કોરોના યોદ્ધા પોતાની પત્નીને ગળે પણ ન લગાવી શક્યો. ધૈર્ય અને ત્યાગની આ પરીક્ષા કદાચ જ કોઇએ આપી શકે, પરંતુ આ બાદ પણ નાહનમાં પોલીસ વિભાગમાં કાર્યરત અર્જુન ચૌહાણ બાળકના અંતિમ સંસ્કાર કરીને તરત જ ડ્યૂટી પર પહોંચ્યા હતા.

Etv Bharat, Gujarati News, Corona Variours, Police Constable
police constable arjun condolences wife on son death join duty

By

Published : Apr 12, 2020, 10:08 AM IST

હિમાચલ પ્રદેશઃ કોરોના વાઇરસ વિરુદ્ધ સમગ્ર દેશ જાણે એક યુદ્ધની સ્થિતિમાં છે. આ યુદ્ધમાં સૌથી આગળ ઉભા રહેલા આપણા પોલીસ જવાન અને સ્વાસ્થય કર્મીઓ. આ લડાઇમાં તેમના જીવન સાથે તેમની ભાવનાઓ પણ દાવ પર છે. પોતાના નવજાત બાળકની મોત પર એક કોરોના વૉરિયર પોતાની પત્નીને પણ ગળે લગાવી શકતો નથી.

ધૈર્ય અને અને ત્યાગની આ પરીક્ષા કદાચ જ કોઇએ આપી શકે, પરંતુ આ બાદ પણ નાહનમાં પોલીસ વિભાગમાં કાર્યરત અર્જુન ચૌહાણ બાળકના અંતિમ સંસ્કાર કરીને તરત જ ડ્યૂટી પર પહોંચ્યા હતા. આ જાણકારી મળ્યા બાદ એસપી સિરમૌર અજય કૃષ્ણા શર્માએ તેને રજા આપીને ઘરે જવા માટે કહ્યું હતું.

police constable arjun condolences wife on son death join duty

નાહનના મુખ્ય ચાર રસ્તા પર યાતાયાત ડ્યૂટીમાં તૈનાત રહેનારા અર્જુન ગત્ત દિવસે સિરમૌરમાં આવેલા કોરોના પોઝિટિવ દર્દીઓને બદ્દી છોડવા ગયેલી પોલીસની ટીમનો ભાગ હતા. જે બાદ ગુરુવારે તેમની પત્નીની નાહન મેડિકલ કૉલેજમાં ડિલીવરી થઇ હતી, પરંતુ દિલમાં ધબકારા ઓછા હોવાથી તેને બચાવી શકાયો ન હતો.

જે બાદ અર્જુન હોસ્પિટલ પહોંચીને દૂરથી પોતાની પત્ની અને પરિજનોને મળ્યો હતો. શુક્રવારે સવારે કોલર સ્થિત પોતાના ઘરે જઇને દિકરાના અંતિમ સંસ્કાર કરીને તે તરત જ ડ્યૂટી પર પરત ફર્યા હતા.

ઇટીવી દ્વારા ફોન પર સંપર્ક કર્યા બાદ અર્જુને કહ્યું કે, સંકટના આ સમયમાં ડ્યૂટી જ બધું છે અને સંક્રમણથી બચાવ પણ જરૂરી છે. તેમણે જણાવ્યું કે, તેમની પત્ની પણ શિલાઇ પોલીસ વિભાગમાં જ કાર્યરત છે. આ સ્થિતિમાં તેમની દેખભાળ માટે તેમના માતા ઘરમાં એકલા છે. ગત્ત વર્ષે તેમના પિતાનું નિધન થયું હતું.

કૉન્સ્ટેબલ અર્જુને કોરોના સંકટમાં આ સમયમાં કર્તવ્યનિષ્ઠા અને ત્યાગની મિસાલ રજૂ કરી છે. આપણે કોરોનાની લડાઇમાં બધું જ દાવ પર લગાવીને ફ્રન્ટલાઇન પર ઉભેલા યોદ્ધાઓની સેવાઓને ક્યારેય ભુલવી ન જોઇએ. સરકાર દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવું જોઇએ અને ઘર પર રહેવું જોઇએ, જેથી અર્જુન જેવા કર્મવીરોના ત્યાગ વ્યર્થ ન જાય.

ABOUT THE AUTHOR

...view details