ભાગવતે વૃંદાવનના વાત્સલ્ય ગ્રામમાં આયોજીત સંઘની અખિલ ભારતીય સામાજિક સદ્ભાવ સમિતિની બે દિવસની બેઠકોની શરૂઆત કરતા કહ્યું કે, દેશભરમાં હિંદુ ઘર્મ તેમજ સંસ્કૃતિને બદનામ કરવા માટેના ષડયંત્ર રચવામાં આવી રહ્યા છે. ક્યાંક ભીડ-હિંસાના નામ પર રાજકારણ રચીને સમાજમાં ઘૃણા ફેલાવવામાં આવી રહી છે, તો ક્યાંક ગાયના નામ પર. કેટલાક રાજ્યમાં યોજનાઓના નામ પર ધર્મ પરિવર્તન પણ કરાવવામાં આવી રહ્યું છે. દેશમાં આજે જે પરિસ્થિતિ છે તેમને જોતા બધા જ પ્રચારકોને ખુબ જ સતર્ક થવાની જરૂર છે.
મોબ લિંચિંગના નામે હિંદુ ધર્મને બદનામ કરવામાં આવી રહ્યો છે: મોહન ભાગવત - રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ
મથુરા: રાષ્ટ્રીય સ્વયંસેવકના સંઘચાલક મોહન ભાગવતે મોબ લિંચિગને હિંદુ ધર્મ સાથે જોડવા પર મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, દેશમાં આજકાલ ભીડ-હિંસાના નામ પર હિંદુ ધર્મ અને સંસ્કૃતિને બદનામ કરવા માટેના ષડયંત્રો રચવામાં આવી રહ્યા છે.
સર સંઘચાલકે કહ્યું કે, હિંદુ ધર્મની રક્ષા માટે વિભિન્ન મત પંથકો અને ઉપાસના પદ્ધતિઓના લોકો સાથે બેસે અને સમાજમાં જાતિ તેમજ વર્ગો વચ્ચે ઉભા થઈ રહેલા ભેદભાવોને સમાપ્ત કરવા માટેના પ્રયાસો કરે. જ્યારે આવું થશે ત્યારે ખરેખર સામાજિક સ્તર પર કેટલીયે સમસ્યાઓનું નિવારણ થઈ જશે.
આ બેઠકમાં ભારતીય સામાજિક સદ્ભાવ સમિતિ સાથે જોડાયેલા ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, ત્રિપુરા અને મેઘાલય સહિત બધા રાજ્યોના પ્રતિનિધિ તેમજ સંઘ સાથે જોડાયેલા અન્ય સંગઠનોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. સંઘના સહ સરકાર્યવાહ કૃષ્ણ ગોપાલ, દતાત્રેય હોસબોલે અને ભૈયા જી જોશીએ પણ આ તક પર તેમનો વિચાર રાખ્યો હતો.