કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશના યુવાનોને અપીલ કરી કે, સોમવાર બપારે 3 કલાકે તેમની સાથે રાજઘાટ પર ધરણામાં જોડાવો. કોંગ્રેસ આજે રાજઘાટ પર CAA વિરૂદ્ધ પ્રદર્શન કરશે.
કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ધરણા રવિવારે થવાના હતા, પરંતુ રવિવારે મંજૂરી ન મળતા આજે આ કાર્યક્રમ થઇ રહ્યો છે.
કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી વેણુગોપાલે એક નિવેદનમાં જણાવ્યું કે, સોમવારે મહાત્મા ગાંધીની સમાધી નજીક સત્યાગ્રહ કરવામાં આવશે.
તેમણે દાવો કર્યો કે, કેન્દ્ર અને રાજ્યોની ભાજપ સરકાર યુવાનો અને વિદ્યાર્થીઓ વિરૂદ્ધ બળનો પ્રયોગ કર્યો છે. જેથી પરિસ્થિતિ વધારે ખરાબ થઇ હતી.