આ અંગે ચર્ચા કરવા શિવસેનાના એકનાથ શિંદે, NCPના છગન ભુજબલ અને કોંગ્રેસના પૃથ્વીરાજ ચ્વહાણ ઉપસ્થિત રહ્યા હતાં.
મહારાષ્ટ્ર: હાઈવૉલ્ટેજ ડ્રામા બાદ એનસીપી, કોંગ્રેસ અને શિવસેના વચ્ચે CMP ફાઈનલ - maharastra news
મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવા છતા શિવસેના, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સરકાર રચવાની મથામણ ચાલી રહી છે. આ માટે ત્રણેય પક્ષોમાં છેલ્લા ત્રણ દિવસથી બેઠકોનો દોર ચાલી રહ્યો હતો. સતત હાઈવૉલ્ટેજ ડ્રામા પછી ત્રણેય પક્ષો પછી કોમન મીનિમમ કાર્યક્રમ અંગે સહમતિ બની છે.
મહારાષ્ટ્રનું રાજકારણ મહારાષ્ટ્રનો રાજકીય ડ્રામા કોંગ્રેસ સમાચાર શિવસેના સમાચાર ભાજપ સમાચાર maharastra news congress news
બેઠક બાદ શિવસેનાના નેતા એકનાથ શિંદેએ મીડિયા સાથે વાત કરતાં કહ્યુ હતુ કે, ' મીટિંગમાં કોમન મીનિમમ પ્રોગ્રામ માટે એક ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. જેને ત્રણેય પક્ષોના અઘ્યક્ષ પાસે મોકલાવ્યો છે. ગઠબંધન માટે હવે પાર્ટીના અધ્યક્ષો આખરી નિર્ણય લેશે. ત્યાર બાદ સરકાર બનાવવાની પ્રક્રિયા આગળ વધારાશે.'
આ બેઠકમાં ત્રણેય પક્ષોના નેતાઓ વચ્ચે ખેડૂત દેવામાફી, પાકવીમા યોજના ઉપર સર્વસંમતિ સધાઈ હતી.