કેરળ કોંગ્રેસના અધ્યક્ષે કહ્યું હતું કે, હું થરુર પાસે આ અંગે વાત કરીશ અને તેમના નિવેદન વિશે પૂછીશ. હાલ થરૂર વિદેશમાં છે. થરૂરના સ્પષ્ટીકરણ બાદ પાર્ટી કોઈ ઠોસ નિર્ણય પર આવશે.
મોદીના વખાણ કરવા થરુરને ભારે પડ્યા, કોંગ્રેસે નોટિસ મોકલી જવાબ માગ્યો - વડાપ્રધાન મોદી
નવી દિલ્હી: વડાપ્રધાન મોદીના વખાણ કર્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા બરાબરના ફસાયા છે. કોંગ્રેસ હવે તેમના વખાણ કરવાની બાબતે સ્પષ્ટીકરણ માગી રહ્યું છે. કોંગ્રેસ કેરળના અધ્યક્ષે સાંસદ શશિ થરુર પાસે નોટિસ મોકલી મોદીના વખાણ કરવા બદલ સ્પષ્ટીકરણની આશા રાખ્યા રહ્યા છે. જો કે, થરુર કંઈ પહેલા નેતા નથી, જેણે મોદીના વખાણ કર્યા હોય, અગાઉ જયરામ રમેશ તથા અભિષેક મનુ સિંઘવી પણ મોદીના વખાણ કરી ચૂક્યા છે.
file
આપને જણાવી દઈએ કે, શશિ થરુરે વડાપ્રધાન મોદીના વખાણ કરતા કહ્યું હતું કે, હું છેલ્લા 6 વર્ષથી કહું છું કે આપણે વડાપ્રધાન મોદીના સારા કામોના વખાણ કરવા જોઈએ. આનાથી બનશે એવું કે, જ્યારે પણ તેઓ કોઈ ભૂલ કરશે તો આપણે કરેલી નિંદાની વિશ્વનિયતા વધશે. હું મારા સાથીઓના નિવેદનનું સ્વાગત કરુ છું. જેનો પક્ષ હું બહુ પહેલા લઈ ચૂક્યો છું.