સુરજેવાલાએ મોદી પર પ્રહારો કરતા કહ્યું કે, ભાજપ સત્તના નશામાં ચૂર છે. સંકલ્પ પત્ર જાહેર કરવા કરતા સારુ થાત કે, જો ભાજપ સરકાર માફી પત્ર રજૂ કર્યું હોત. ભાજપે પોતાની નાકામી બીજા પર થોપી દીધી છે. ભાજપે આજ સુધીમાં કાળા નાણા પર ચર્ચા કરી નથી. ભાજપના શાસનમાં બેરોજગારીએ માજા મુકી છે. ભાજપે 125 જુઠા વચનોનો હિસાબ આપવો જોઈએ.
ભાજપના ચૂંટણી ઢંઢેરામાં નોકરી અને રોજગારીનો ક્યાંય ઉલ્લેખ નથી: કોંગ્રેસ - menifesto
ન્યૂઝ ડેસ્ક: કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એક પ્રેસ કોંન્ફરંસ કરી ભાજપે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરાને છેતરામણું પત્ર કહી મોદી પર પ્રહારો કરતા જણાવ્યું કે, મોદીજી જુમલાની ખેતી કરી રહ્યા છે.
સુરજેવાલા
સુરજેવાલાએ આંકડા સાથે જણાવ્યું કે, દેશમાં 4 કરોડ 70 લાખ નોકરીઓ ખતમ થઈ ગઈ છે. મોદી સરકારે સંકલ્પ પત્રમાં નોકરી અને રોજગારીનું નામ પણ લીધું નથી.
મોદી સરકારે દર વર્ષે 2 કરોડ રોજગાર આપવાની વાત કરી હતી એટલે કે 10 કરોડ નોકરી પણ તેનું ઉલ્ટુ 4 કરોડ 70 લાખ નોકરી જતી રહી. સુરજેવાલાએ કહ્યું કે, બેરોજગારી એટલી વધી છે કે, 45 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.