CAA વિરુદ્ધ કોંગ્રેસનો સત્યાગ્રહઃ રાહુલ-સોનિયા-મનમોહને વાંચી બંધારણની પ્રસ્તાવના - પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ કોંગ્રેસે રાજધાટ પર સત્યાગ્રહ કર્યો. જેમાં કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતા હાજર રહ્યા હતા.
etv bharat
રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના સમાધિ સ્થળ રાજઘાટ પર કોંગ્રેસે સત્યાગ્રહની શરૂઆત વંદે માતરમથી કરી હતી. ત્યારબાદ સોનિયા ગાંધી, મનમોહન સિંહ, રાહુલ ગાંધીએ અંગ્રેજી ભાષામાં બંધારણ પ્રસ્તાવના વાંચી હતી. ત્યારબાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ હિન્દી અને અન્ય નેતાઓએ દેશની અલગ-અલગ ભાષામાં સંવિધાનની પ્રસ્તાવના વાંચી હતી.