કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે આજે પટના માટે ઉડાન ભરવા જઇ રહેલી આમારી ફ્લાઇટના એન્જીનમાં અચાનક ખરાબી આવી હતી. જે બાદ અમે દીલ્હી પરત ફરી રહ્યા છીએ.આથી સમસ્તીપુર(બિહાર), બાલાસોર(ઉડીસા), સંગમનેર(મહારાષ્ટ્ર)માં આજે બેઠકોમાં મોડું થશે. તેથી આના માટે હું માફી માગું છું.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વિમાનના એન્જિનમાં આવી ખરાબી, ટ્વીટ કરી આપી જાણકારી - Gujarat
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે દેશના નેતાઓ અલગ અલગ જગ્યાઓ પર રેલીઓ યોજી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધી પણ રેલીને સંબોધવા જઇ રહ્યા હતા ત્યારે તેના વિમાનના એન્જીનમાં અચાનત ખરાબી આવતા તેમને આ રેલી રદ્દ કરવી પડી હતી. આ બાબતની જાણ તેમણે ટ્વીટ કરી આપી હતી. તેમણે આ સાથે આક્ષેપ લગાવ્યા કે ફ્લાઇટમાં એન્જીનમાં ખરાબી આવતા તેમને દિલ્હી પરત ફરવું પડ્યું હતું.
ફાઇલ ફોટો
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી એક વીડિયો પણ શેયર કર્યો છે.