કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રેલી પહેલા એક ટ્વીટ કરી લખ્યું કે, 'હું દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત ભાજપ સરકારની તાનાશાહી, ICUમાં ધકેલાય ગયેલા અર્થતંત્રના વિરોધમાં જાહેર સભાને સંબોધન કરીશ.'
કોંગ્રેસ નેતા અહમદ પટેલ, રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોત, કે.સી. વેણુગોપાલ, મુકુલ વાસનિક અને અવિનાશ પાંડે સહિત કોંગ્રેસના મોટા નેતાઓએ રામલીલા મેદાનમાં રેલીની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી.
મોદી સરકારની જનવિરોધી અને દ્રેષભાવપૂર્ણ નીતિઓની વિરૂદ્વમાં આયોજીત આ રેલીમાં દેશભરમાંથી લાખોની સંખ્યામાં કાર્યકરો જોડાશે.
આ પહેલા દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપડાએ સભાસ્થળની સમીક્ષા કરી હતી. ચોપડાએ એવો દાવો કર્યો હતો કે, આ કાર્યક્રમમાં દિલ્હીના 50,000થી પણ વધુ લોકો ભાગ લેશે.
કોંગ્રેસના પ્રવક્તા મુકેશ શર્માએ કહ્યુ હતું કે, આ સભામાં પાર્ટીના લાખો કાર્યકરો દેશભરમાંથી આવશે. આ સભાને કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સંબોધશે.
.