જયપુરઃ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકિય ધમાસાણ વચ્ચે ધારાસભ્યોને જયપુરની હોટલ ફેયર માઉન્ટમાં શિફ્ટ કરાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ગુરુવારે યોજાયેલી ધારસભ્યોની બેઠકમાં કેટલાય ધારાસભ્યો તરફથી કહેવામાં આવ્યું હતું કે જો 14 ઓગસ્ટ સુધી હોટલમાં જ રહેવાનું છે તો પછી જયપુરના બદલે બીજી કોઈ જગ્યાએ કેમ ન જઈએ. કોઈક ધારાસભ્યએ સવાઈ માધાપુર તો કોઈએ કોટા તો કેટલાકે જૈસલમેર જોધપુર શિફ્ટ થવાની વાત કરી હતી.
રાજસ્થાન રાજકારણઃ ધારાસભ્યોને જયપુરથી અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવી શકે છે
રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકિય ધમાસાણ વચ્ચે ધારાસભ્યોને જયપુરની હોટલ ફેયર માઉન્ટમાં શિફ્ટ કરાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકો અંતિમ નિર્ણય આજે યોજાનાર બેઠકમાં જ લેવામાં આવશે.
એવામાં ચર્ચા થઈ રહી છે કે કેટલાક ધારાસભ્યોને જૈસલમેર અને જોધપુર વચ્ચે આવેલી ફેયર માઉન્ટ હોટલમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. તો બીજી બાજુ અન્ય ધારાસભ્યો બીજી કોઈ જગ્યાએ શિફ્ટ થઈ શકે છે. જોકે એવું માનવામાં આવી રહ્યું છે કે મુખ્યપ્રધાન અને તેનું મંત્રીમંડળ જયપુરમાં જ રહેશે. હકિકતમાં શુક્રવારે સવારે યોજાવવાની ધારાસભ્યોની બેઠકમાં જ નક્કી કરવામાં આવશે કે કયા ધારાસભ્યોને કઈ જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ગુરુવારે ધારાસભ્યોની બેઠકમાં તમામ વિધાયકોને વિધાનસભા સત્ર ચાલુ ન થાય ત્યાં સુધી હોટલમાં જ રહેવાની ભલામણ કરી હતી. આ સાથે જ તેમણે ધારાસભ્યોને સંબોધતા કહ્યું હતું કે આપણી એકતા જ આપણી જીતનો આધાર છે.