રાણેના પિતા નારાયણ રાણે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે પણ તેમનું કહેવું છે કે, તેનો વિરોધ યોગ્ય હતો. પણ તેણે જે રીત અપનાવી છે તે ખોટી છે.
નેતાઓની નફ્ફટાઈ: અધિકારી સાથે શરમજનક કાર્ય કરવા બદલ કોંગ્રેસી ધારાસભ્યની ધરપકડ - throw mud
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોંગ્રેસના એક ધારાસભ્યની શરમજનક નફ્ફટાઈ કેમેરામાં કેદ થઈ છે. કોંગ્રેસી ધારાસભ્ય નિતેશ રાણે હાઈવે એન્જીનિયરને દોરડાથી બાંધી તેના પર કાદવથી આખા શરીરે રંગી દીધો હતો. જણાવામાં આવી રહ્યું છે કે, આ એન્જીનિયરનું નામ પ્રકાશ શેડેકર છે. જો કે, આ ઘટના બાદ કોંગ્રેસી ધારાસભ્ય નીતિશ રાણેની ધરપકડ કરવામાં આવી છે.
ani
ધારાસભ્ય રાણે અહીં એક રાજમાર્ગનું નિરિક્ષણ કરવા પહોંચ્યા હતાં. દરમિયાન અહીં તેમણે આ એન્જીનિયર સાથે બોલાચાલી કરી હતી. એટલું જ નહીં તેમણે આ અધિકારીને દોરડાથી બાંધી તેના પર કાદવ પણ ફેંક્યો હતો. ધારાસભ્યે કાર્યકર્તાઓ સાથે મળી આ અધિકારીને દોરડા વડે પૂલ સાથે બાંધી દીધો હતો.
Last Updated : Jul 4, 2019, 8:49 PM IST