જામનગરમાં હાર્દીક પટેલનું આગમન થયું છે.આજે હાર્દીકે શહેર કાર્યાલય ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. હાર્દિક પટેલએ 19 માર્ચના રોજ જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ખડુતો,યુવકો સાથે બેઠક યોજી હતી.તો આજે શહેરી વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.
જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ જામનગર બેઠક રસપ્રદ બની ગઈ છે.કારણ કે યુવા નેતા હાર્દિક પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.ત્યારે જામનગર લોકસભા બેઠકમાં ભારે રસાકસી જોવા મળશે.