ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિપક્ષ સાથે દગો કરીને ટ્રિપલ તલાક બિલ પાસ કરાવ્યું: કોંગ્રેસ

નવી દિલ્હીઃ ટ્રિપલ તલાક બિલ મંગળવારે રાજ્યસભામાં પણ પાસ થયુ હતું. આ બિલને રાજ્યસભામાં પાસ કરાવવા પાછળ સરકારની રણનીતિ હોય શકે છે. ટ્રિપલ તલાક બીલને લઈ ભાજપા ઉજવણી કરી રહી છે, જ્યારે વિપક્ષ તેને છેતરપીંડી કહી છે. રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ ગુલામ નબી આઝાદ, TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન અને કોંગ્રેસ નેતા આનંદ શર્માને લોકતંત્રની હાર કહી છે. વિપક્ષનું કહેવુ છે કે સત્તામાં રહેલી સરકાર લોકતંત્રની કાળજી લેતી નથી.

ટ્રિપલ તલાક

By

Published : Jul 31, 2019, 6:18 PM IST

કોંગ્રેસનો આરોપ છે કે, સરકારે દગાબાજીથી ત્રણ તલાક બિલ પાસ કરાવ્યાનો કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે. નેતા પ્રતિપક્ષ ગુલામ નબી આઝાદનું કહેવુ છે કે, સરકારે અમને પુછ્યુ હતુ કે ક્યા ધારાસભ્યને પસંદગી સમિતિમાં મોકલવો જોઇએ? તેઓએ અમને 23 ધારાસભ્યોની યાદી આપી હતી. અમે ઇચ્છતા હતા કે તેમાંથી ઓછામાં ઓછા 50 ટકાને મોકલવામાં આવે, તેઓએ કહ્યું કે જેટલુ થઇ શકે એટલા ઓછા કરો. તેથી જ 6 ધારાસભ્યોને A અને 2 ને B શ્રેણીમાં રાખ્યા હતાં.

અમે જે 6 જિલ્લાને લઇને સહમતિ દાખવી હતી અને જે બિલને સિલેક્ટ કમીટી પાસે મોક્લયા હતા તેમાં ટ્રિપલ તલાક બિલ પમ સામેલ હતુ. આઝાદે કહ્યું કે સરકાર મુસ્લિમ મહિલા સંરક્ષણ અધિકારો પર લગ્ન બિલ, 2019ના રોજ લઇ આવનાર હતાં, જેને ખોટી રીતે કાલે જ રજુ કરી દીધું. વધુમાં તેમણે કહ્યું કે આ બિલની જાણકારી અમને મોડી આપવામાં હતી. જેથી અમે અમારા સભ્યોને આ બિલ અંગે માહિતી આપ્યા શક્યા નહી. આ સાતે તેમણે આક્ષેપ કર્યો કે સરકાર પોતાની મનમાની કરી બધી સંસ્થાને એક વિભાગની જેમ ચલાવવા ઈચ્છે છે.

કોંગ્રેસ નેતા આનંદ શર્માએ પણ સરકારે આ રિતે લાવેલ બિલ પર સવાલો ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે સરકારે અમને વ્હિપ જાહેર કરવાનો સમય પણ ન આપ્યો. જેના કારણે અમારા કેટલાક સાંસદ સંસદની કાર્યવાહીમાં સામેલ થઈ શક્યા નહી. તો બીજી બાજુ TMC નેતા ડેરેક ઓ બ્રાયને કહ્યું કે સોમવારે મોડી રાત્રે અમને ખબર પડી તે મંગળવારે રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ રજૂ થઈ રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે સરકાર માત્ર બે સહયોગીના આધારે સંસદ ચલાવી રહી છે એક, CBI અને બીજી ED.

ABOUT THE AUTHOR

...view details