પૂર્વ કાયદા અને ન્યાય પ્રધાન કપિલ સિબ્બલે કેરળ સાહિત્ય ઉત્સવમાં CAA અંગે કહ્યું કે, જ્યારે CAAનો કાયદો બની હોવાથી કોઈ રાજ્ય આ કાયદાને લાગુ કરવાની ના ન કહી શકે. આ શક્ય નથી તેમજ ગેરબંધારણીય છે. વિધાનસભામાં પ્રસ્તાવ મુકીને આ કાયદાનો વિરોધ કરી શકે છે.
પૂર્વ કાયદા અને ન્યાય પ્રધાને કેરળ સાહિત્ય મહોત્સવના ત્રીજા દિવસે તેમણે કહ્યું કે, જ્યારે CAA પસાર થઈ ચુક્યું, ત્યારે કોઈ પણ રાજ્ય એમ કહી શકે નહીં કે, જે તે રાજ્ય તેનો અમલ કરશે નહીં. આ શક્ય જ નથી. આ ગેરબંધારણીય બાબત છે.
રાજ્ય આ કાયદાનો વિરોધ કરી શકે છે. વિધાનસભામાં ઠરાવ પસાર કરી શકે છે. કેન્દ્ર સરકાર પાસે આ કાયદો પાછો ખેંચવાની માગ કરી શકો છો, પરંતુ કોઈ પણ રાજ્ય આ કાયદાનો અમલ કરશે નહીં તો વધુ સમસ્યાઓ ઊભી થઈ શકે છે. NRCએ NRP પર આધારિત છે, અને સ્થાનિક રજિસ્ટ્રાર NRP લાગુ કરશે. હવે જે તે ગણતરી કરવાની છે. તે સમુદાયમાંથી સ્થાનિક રજિસ્ટ્રારની નિમણૂક કરવાની રહેશે અને તેઓ રાજ્ય કક્ષાના અધિકારીઓ હશે.
ઉલ્લેખનીય છે કે, કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોએ CAA, NRC અને NRPનો વિરોધ કર્યો છે..