રાયપુરમાં આયોજીત રાસ-ગરબા કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલ હાર્દિક પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે, હું રાયપુરમાં ગુજરાતી સમાજ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યો છું. સાથે જ અહીંયાની સંસ્કૃતિ અને લોકોને સમજવાનો પણ પ્રયાસ કરીશ. હાર્દિક પટેલે છત્તીસગઢના CM ભૂપેશ બઘેલની પ્રશંસા કરતા કહ્યું હતું કે, તેમની સરકાર બની તેનો ખૂબ જ ઓછો સમય થયો છે, પરંતુ ભૂપેશ બઘેલ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. તેમની ગાંધી સંદેશ યાત્રા પણ ચાલી રહી છે અને તેઓ ગાંધીજીના વિચારોને ગામડે ગામડે સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે.
મને કોંગ્રેસનો માણસ જ સમજોઃ હાર્દિક પટેલ - rahul gandhi
રાયપુરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને હાલના કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ આજે છત્તીસગઢીની રાજધાની રાયપુર પહોંચ્યા હતા. જ્યાં તેઓ એક ખાનગી રાસ ગરબા કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. હાર્દિક પટેલે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, 'મને કોંગ્રેસનો માણસ જ સમજો'.
ફાઈલ ફોટો
તેમણે છત્તીસગઢની જનતાને કહ્યું કે, તમે લોકો નિશ્વિત રહો આગામી 5 વર્ષ ખૂબ જ સારા બનશે. હાર્દિકે રાહુલ ગાંધી સાથે તમારી મુલાકાત થઈ તે પ્રશ્નના જવાબમાં કહ્યું કે, મને કોંગ્રેસનો માણસ જ સમજો. તો બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, જો મોદી સારું કામ કરે છે તો અમે તેની સાથે છીએ અને ન કરે તો વિરોધમાં છીએ.