ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર મુદ્દે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદના કેન્દ્ર સરકાર પર પ્રહાર

પૂર્વ કેન્દ્રિય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, 'દેશના ઈતિહાસમાં પ્રથમ વખત એવું થયું છે જ્યારે કાશ્મીરમાં નેતાઓને નજર કેદ કરવામાં આવ્યા છે. નજર કેદ કરવામાં આવેલા નેતાઓમાં ત્રણ પૂર્વ મુખ્ય પ્રધાનનો પણ સમાવેશ થાય છે, જેના પર PSA લગાવવામાં આવ્યો છે. આ પ્રકારની ઘટના લોકતંત્રની હત્યા સમાન છે'.

Gulam Nabi Azad
ગુલામ નબી આઝાદ

By

Published : Feb 7, 2020, 11:08 PM IST

અજમેર/રાજસ્થાન: પૂર્વ કેન્દ્રિય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ શુક્રવારે રાજસ્થાનના અજમેરની મુલાકાતે હતા. જ્યાં તેમણે કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતાં. આઝાદે કહ્યું કે, કાશ્મીરમાં જે કામ કરે છે તેના પર કેન્દ્ર સરકાર PSA લગાવે છે. કાશ્મીરના નેતાઓને કલમ-370 હટાવાયાના બે દિવસ પહેલાં જ નજર કેદ કરવામાં આવ્યા હતાં. જ્યારે તેમને તો ખબર પણ નહોતી કે, કલમ-370 હટાવવામાં આવી રહી છે.

ગુલામ નબી આઝાદે કહ્યું કે, આ પ્રકારની ઘટના લોકશાહીની વિરુદ્ધ છે. જમ્મુ-કાશ્મીરમાં નજર કેદ કરવામાં આવેલા નેતાઓને છોડી મુકવા જોઈએ. ઉપરાંત જમ્મુ-કાશ્મીરનો UTનો દરજ્જો સમાપ્ત કરી તેને ફરીથી રાજ્ય બનાવવું જોઈએ. દિલ્હી વિધાનસભા ચૂંટણી અંગે આઝાદે કહ્યું કે, પરિણામ જે પણ આવે પરંતુ ભારતીય જનતા પાર્ટી સત્તમાં નહીં આવે તે નિશ્ચિત છે.

ABOUT THE AUTHOR

...view details