બેંગલુરુ: જનતા દળ (સેક્યુલર) નેતા એચ.ડી. કુમારસ્વામીએ કહ્યું કે, કોંગ્રેસ ગઠબંધન કરવાને લાયક પાર્ટી નથી અને તે ગઠબંધન ધર્મનું સન્માન નથી કરતું.
પૂર્વ મુખ્યપ્રધાને 3 નવેમ્બરના રોજ રાજ્યની બે વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં જેડીએસ સાથે જોડાણની સંભાવનાને નકારી કાઢી છે.
કુમારસ્વામીએ કહ્યું કે, JDS દ્વારા આવી કોઈ દરખાસ્ત કરવામાં આવી ન હતી. કુમારસ્વામીએ ટ્વિટ કર્યું હતું કે, 'કોંગ્રેસ સાથે JDS જોડાણની દરખાસ્ત કોણે કરી હતી? અમારી બાજુમાંથી કોઈ કોંગ્રેસના દરવાજે ગયો નથી. જેમ કે તેઓ 2018 ની વિધાનસભાની ચૂંટણીઓ પછી એચ.ડી.દેવગૌડાના દરવાજે આવ્યા હતા. કુમારસ્વામીનો સંદર્ભ કોંગ્રેસ સમર્થિત સરકાર તરફ હતો જેમાં તેઓ મુખ્ય પ્રધાન હતા.
તેમણે વધુમાં કહ્યું કે,'કોંગ્રેસ સાથે ગઠબંધન ધર્મનું સન્માન નથી કરતું'. તેમણે કહ્યું કે જ્યારે પણ રાજ્યમાં મહાગઠબંધનની વાત થાય છે ત્યારે તેને કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ગઠબંધન ન માનવું જોઇએ.
કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા અને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ડી.કે.શિવકુમારે બુધવારે રાજ્યમાં 3 નવેમ્બરના રોજ યોજાનારી પેટા-ચૂંટણીઓ માટે ગઠબંધનની સંભાવનાને નકારી કાઢી હતી.