વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળને 100 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે. જે સંદર્ભે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ બુધવારે પત્રકાર પરિષદમાં કહ્યું કે, વડાપ્રધાન મોદી 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાના સ્વપ્ન બતાવી રહ્યાં છે. જ્યારે દેશની આર્થિક સ્થિતિ સતત નબળી બની રહી છે. દેશની નબળી અર્થવ્યવસ્થા માટે નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ જવાબદાર છે. વડાપ્રધાન નબળા નાણાંપ્રધાનની પાછળ સંતાઈને પોતાની નિષ્ફળતા છુપાવી રહ્યાં છે. આજે દરેક મુદ્દે બોલનારા વડાપ્રધાન ચૂપ કેમ છે અને નાણાંપ્રધાન આર્થિક મંદી અને જીડીપી અંગે હાસ્યાસ્પદ નિવેદનો કરી રહ્યાં છે.
વધુમાં તેમણે જણાવ્યું કે નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ ઓટો સેક્ટરની મંદી માટે ઓલા-ઉબેર જેવી કંપનીઓને જવાબદાર ઠેરવી રહ્યાં છે. નવ યુવકો દ્વારા મકાન ખરીદવા, અમેરિકાની પ્રગતિને રૂપિયાની નબળી સ્થિતિ માટે જવાબદાર ઠેરવી રહ્યાં છે. નાણાંપ્રધાને આપેલા આ તમામ હાસ્યાસ્પદ નિવેદનો અનેક સવાલો ઉભા કરે છે.
નબળી અર્થવ્યવસ્થા માટે નાણાંપ્રધાન જવાબદારઃ કોંગ્રેસ - નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ
નવી દિલ્હીઃ કોંગ્રેસે બુધવારે પત્રકાર પરિષદ યોજી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. પડી ભાગેલી અર્થવ્યવસ્થા અને ઓટો સેક્ટરમાં મંદીના કારણે સરકાર સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા હતાં.
આ સાથે જ તેમણે વડાપ્રધાન મોદીને ત્રણ પ્રશ્ન પૂછ્યા હતા કે દરેક મુદ્દે બોલનારા વડાપ્રધાને આટલી ખરાબ સ્થિતિનો જવાબ આપવો જોઈએ કે આ સ્થિતિ માટે ઓલા-ઉબેર જવાબદાર છે? 5 ટ્રિલિયન ઈકોનોમીની આ સ્થિતિમાં કઈ રીતે શક્ય છે અને ઓટો સેક્ટરની મંદી દૂર કરવા શું પગલાં લીધાં છે?
વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતાં કહ્યું કે, ભારતના વડાપ્રધાન એવા પ્રખર પ્રવક્તા છે જે હાસ્યાસ્પદ નિવેદનો આપનારા નાણાંપ્રધાનની પાછળ સંતાઈને મૂળ મુદ્દાઓથી ભાગી રહ્યાં છે. તેઓએ સામે આવીને દેશની સ્થિતિમાં બદલાવ માટે શું કરશે તે જણાવવું જોઈએ.