ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બાપ દાદાએ આપેલી ઓળખ ભૂંસી 'ચોકીદાર' બનવા મજબૂર બન્યા: કોંગ્રેસ - AHD

અમદાવાદ: સમગ્ર દેશમાં હાલ વડાપ્રધાન મોદી દ્વારા ટ્વીટરમાં પોતાના હૈંડલરમાં નામ બદલી ચોકીદાર લગાવાની જે રીતે હોડ લાગેલી છે તેને લઈ કોંગ્રેસે પણ પ્રહારો કરવામાં જરા પણ મોડું કર્યું નથી. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા જયરાજ સિંહે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું કે, ખેડૂતો પોતાના ખેતરમાં ચાડીયા દ્વાર કામ ચલાવે છે, ખેડૂતોને વડાપ્રધાન મોદી જેવા મોંઘા ચોકીદાર ન પોસાય.

design photo

By

Published : Mar 19, 2019, 12:35 PM IST

ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા જયરાજ સિંહે આ બાબતે જણાવ્યું હતું કે, ભાજપ વારંવાર એવી ડંફાસો મારે છે કે, રાહુલ ગાંધીને તેઓ ગંભીરતાથી લેતા નથી, પણ આજે બાપ દાદાએ આપેલી પોતાની ઓળખ ભૂંસી ચોકીદાર લગાવા મજબૂર બન્યા છે. તેમણે વધુંમાં જણાવ્યું કે, ખેડૂતો પોતાના ખેતરમાં ચાડીયાથી કામ ચલાવે છે, તેમને નરેન્દ્ર મોદી જેવા મોંઘા ચોકીદાર પોસાય નહીં.

હાલમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી યુપીના પ્રવાસે છે જ્યાં તેમણે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, “ચોકીદારની જરૂર અમીરોને હોય ગરીબોને નહીં” રાહુલ ગાંધી દ્વારા શૂટ બૂટની સરકારનો તંજ કસી મોદીજીના નૌલખીયા વાઘાની હરાજી કરાવી દીધા બાદનો આ પ્રિયંકાનો બીજો ખૂબ જ સંવેદનશીલ પ્રહાર છે. તેમણે વધારેમાં જણાવ્યું હતું કે, અમીરોની કોઠીઓ કે ધન દોલત હોય ત્યાં ચોકીદારની જરૂર પડે, ગરીબોની વસ્તી કે મજૂરોની વસાહત આગળ ક્યારેય ચોકીદાર જોયો છે ?

કોંગ્રેસ પ્રવક્તાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, નિરવ મોદી, વિજય માલ્યા અને મેહુલ ચોક્સીની ચોકીદારી કરી ચોરીનો માલ હેમખેમ વિદેશ પહોંચી જાય તેનું ધ્યાન રાખનારો ચોકીદાર દેશને ના જોઈએ. અંબાણી અને અદાણીની બ્રીફકેસ હાથમાં પકડી દેશની તિજોરીના નાણા ભરી આપનારા ચોકીદાર દેશને ના ખપે.

તેમણે આગળ અહીંથી અટક્યા નહોતા, વધુમાં કહ્યું કે, ચોકીદાર જ ચોર છે, એ વાત આજે ઘર ઘર સુધી પહોંચી ગઈ છે. જેનો બચાવ કરવા માટે ચોકીદારે આખી ગેંગ બનાવી સજા વહેંચાઈ જાય તે માટેનું આ એક પ્રકારનું તુત આદર્યું છે. ગણપતિને દુધ પીવડાવાની માનસિકતા ધરાવનારાઓ વગર વિચારે હું ચોકીદાર અભિયાન દ્વારા પરોક્ષ રીતે ચોર હોવાની હોડમાં લાગી ગયા છે. અમે રાહુલ ગાંધીને ગંભીરતાથી નથી લેતા એવી ડંફાશો મારનારા બાપ દાદાએ આપેલી ઓળખ ભૂંસી ચોકીદાર બનવા મજબૂર થઈ ગયા છે. વિકાસને ગાંડો કરતા જ રઘવાયો થયેલો ભાજપ ફરી એકવાર "ચોર મચાયે શોર"નુ વરવું પ્રદર્શન કરી રહ્યા છે.

હજુ તો આ શરૂઆત છે, ચૂંટણી પુરી થતા સુધીમાં ભાજપની સાચી ઓળખ પોતે જ ભુલી જશે તે નક્કી છે.

ABOUT THE AUTHOR

...view details