સત્તાધારી પક્ષના નિર્ણયોનો તાર્કિક વિરોધ કરવો વિપક્ષનું કામ છે. ગત્ત દિવસોમાં કલમ 370 અને ટ્રિપલ તલાક અંગે સરકારના નિર્ણયનો પણ કોંગ્રેસે વિરોધ કર્યો હતો. આ વિરોધમાં કોંગ્રેસના નેતા પી.ચિદંબરમ મોખરે રહેતા. પરંતુ સરકાર દ્વારા લેવાયેલા વસતિ નિયંત્રણ અને પ્લાસ્ટિક સબંધી નિર્ણયને કોંગ્રેસે આવકાર્યો છે.
ભાજપનો વસતિ નિયંત્રણ અને પ્લાસ્ટિક પર પ્રતિબંધનો નિર્ણય યોગ્ય : કોંગ્રેસ - કોંગ્રેસ
નવી દિલ્હીઃ સરકારના દરેક નિર્ણય પર કોંગ્રેસનો વિરોધી સૂર રહ્યો છે. પરંતુ મોદી સરકારના વસતિ નિયંત્રણ અને પ્લાસ્ટિક પર પ્રતિબંધનાં નિર્ણયનું કોંગ્રેસે સ્વાગત કર્યુ છે.
ભાજપનો વસતિ નિયંત્રણ અને પ્લાસ્ટિક પર પ્રતિબંધનો નિર્ણય યોગ્ય- કોંગ્રેસ
કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંધવીએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે, વસતિવિસ્ફોટ પર અંકુશ માટે સમયાંતરે કોંગ્રેસ કાયદો લાવતી રહી છે. પ્લાસ્ટિક ઉપર પણ પર્યાવરણની દ્રષ્ટિએ અંકુશ આવે તેવો અમારો પ્રયત્ન રહ્યો છે. આ વિશ્વના પર્યાવરણના હિતમાં હોવાથી અમે પણ ઈચ્છી રહ્યા છે કે, અંકુશ લાગવો જોઈએ.