તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટીને જોરદાર ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના 12 ધારાસભ્યોએ પાર્ટી બદલવાની અરજી કરી છે. તેમણે આ બાબતની જાણ વિધાનસભા સ્પીકરને કરી છે. તેલંગાણામાં કોંગ્રેસના કુલ 18 ધારાસભ્યો છે.
કોંગ્રેસના 12 ધારાસભ્યોએ TRSમાં જોડાવા કરી અરજી - KCR
હૈદરાબાદઃ કોંગ્રેસને લોકસભામાં મળેલી હારનો હાહાકાર શાંત પણ નથી થયો અને તેલંગાણા કોંગ્રેસના ધારાસભ્યોએ KCRની પાર્ટી TRSમાં જોડાવાનો નિર્ણય લીધો છે. જાણો શું છે સંપૂર્ણ બાબત.
for
મળતી માહિતી મૂજબ, તેમના આ નિર્ણય બદલ તેમના પર કોઇ કાયદાકીય પગલા નહી લેવાય. કારણ કે આ નેતાઓએ પોતાની મરજીથી TRSમાં જોડાવાનો નિર્ણય લીધો છે.
તેલંગાણા વિધાનસભામાં કુલ 119 સીટ છે, જેમાંથી 88 સીટ પર TRSનો વિજય થયો હતો. કોંગ્રેસને કુલ 18 સીટ હાંસલ થઇ હતી. પરંતું છેલ્લા પાંચ મહિનામાં કોંગ્રેસ પાર્ટીના 2/3 ધારાસભ્યોએ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે જેના કારણે પાર્ટીને નુકશાન ભોગવવું પડી શકે છે.