નવી દિલ્હીઃ કેન્દ્રીય ગહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ કોરોના વાઈરસ વિશે રાજનીતિ કરી રહી છે, રાષ્ટ્રીય હિતમાં વિચારવાનો અને લોકોને ભ્રમિત કરવાનું બંધ કરે.
શાહનો પલટવાર, કહ્યું કોંગ્રેસ કોરોનાને લઇને રમી રહી છે રાજકારણ - શાહનો પલટવાર
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે આજે કોરોના સામે લડવામાં સમગ્ર દેશ એક સાથે ઉભો છે ત્યારે કોંગ્રેસ હજી પણ રાજકારણ રમી રહી છે.
amit shah
અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું છે કે, 'વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારતમાં કોરોના વાયરસ સામે લડવાના તમામ પ્રયાસોની સ્થાનિક અને વૈશ્વિક સ્તરે પ્રશંસા થઈ રહી છે. 130 કરોડ ભારતીયો કોરોનાને હરાવવા એક થયા છે. હજી પણ કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે. આવા સમયે, તેઓએ રાષ્ટ્રીય હિતમાં વિચારવું જોઈએ અને લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ.'