CM નિવાસ સ્થાનની બેઠકમાં 115 રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યો શામેલ હતા. મમતા બેનર્જી સાથે મુલાકાત કર્યા બાદ વિવાદમાં આવનારા JDUના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર પણ બેઠમાં શામેલ થયા હતા. બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે રાજ્યોમાં પક્ષ એકલા હાથે ચૂંટણી લડશે.
JDUની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક પૂર્ણ, પક્ષે લીધો કંઇક આવો નિર્ણય - BIHAR
પટણાઃ JDUની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક પૂર્ણ થઇ છે. બેઠક સમયે વિધાનસભા ચૂંટણીની ચર્ચા કરી નક્કી કરવામાં આવ્યું કે, આગામી ચૂંટણીમાં પક્ષ એકલા હાથે ચૂંટણી લડશે.
JDUની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક પૂર્ણ
તે સાથે જ પક્ષે બિહાર , ઝારખંડની સાથે હરિયાણા, જમ્મુ કાશ્મીર અને નવી દિલ્હીમાં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. બેઠકમાં હાલમાં લોકસભા ચૂંટણીમાં મળેલ શાનદાર જીત અને બિહાર વિધાનસભા ચૂંટણી 2020ને લઇને ચર્ચા કરવામાં આવી હતી.