લેખેએ રાહુલ ગાંધીના એ નિવેદન પર અરજી દાખલ કરી છે જેમાં સુપ્રીમ કોર્ટે પણ માન્યું છે કે, ચોકીદાર ચોર છે. સુપ્રીમ કોર્ટ તરફથી પુનર્વિચાર અરજીઓની સુનાવણી કરવા અને સરકારની દલીલો રદ કર્યા બાદ રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ આ નિવેદન ઉત્તરપ્રદેશ સ્થિત અમેઠી લોકસભા સીટ પર નામાંકન ભરતી વખતે આપ્યું હતું.
રાફેલ મામલે રાહુલ ગાંધી પર માનહાનીની ફરિયાદ દાખલ કરાઈ - bjp
ન્યૂઝ ડેસ્ક: ભારતીય જનતા પાર્ટીના નેતા મીનાક્ષી લેખેએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર માનહાનીની ફરિયાદ દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં 15 એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં માટે સહમત થઈ ગઈ છે.
મીનાક્ષી લેખે
આપને જણાવી દઈએ કે, 10 એપ્રિલે સુપ્રીમ કોર્ટે રાફેલ લડાકૂ વિમાન કરારમાં સમીક્ષા અરજીઓ પર કેન્દ્રની અરજીઓ રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે સરકારની દલીલો રદ કરી રક્ષા સંબંધિત દસ્તાવેજો લીક કરવા બાબતે તેની પર સવાલો કર્યા હતા. કોર્ટના કહ્યા મુજબ આ દસ્તાવેજો સુનાવણીમાં મહત્વનો ભાગ ભજવશે.