લખનઉ: લખનઉમાં બુધવારે રોડવેઝની 2 બસો વચ્ચે ટક્કર થઇ હતી. આ દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલો એક ટ્રક પણ બસ સાથે અથડાયો હતો. આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે, તો 10થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના કાકોરી-હરદોઇ રોડ પર બાજનગર ગામ પાસે બની હતી.
લખનઉમાં 2 બસ વચ્ચે ટક્કર, 6 લોકોના મોત - up news
ઉત્તર પ્રદેશના લખનઉમાં કાકોરી હરદોઇ બાયપાસ રોડ પર બે રોડવેઝની બસો વચ્ચે ટક્કર થઈ હતી. જેથી ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 6 લોકોના મોત થયા હતાં.
જોઇન્ટ કમિશ્નર નવીન અરોડાએ જણાવ્યું કે, બન્ને બસો બરદોઇ ડેપોની હતી, જેમાં 50થી વધુ પ્રવાસીઓ સવાર હતા. એક બસ હરદોઇથી લખનઉ આવી રહી હતી અને બીજી બસ લખનઉથી હરદોઇ જઇ રહી હતી. હરદોઇથી લખનઉ જઇ રહેલી બસે રસ્તામાં એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી અકસ્માત સર્જાયો હતો.
આ ઘટના બાદ રેસ્ક્યૂમાં પોલીસની સાથે SDRF પણ લાગી છે. બસોને માર્ગો પરથી ખસેડવામાં આવી રહી છે અને બસમાં ફસાયેલા યાત્રિકોને બહાર કાઢવા માટે JCBની મદદ લેવામાં આવી રહી છે. ટ્રાસપોર્ટ ડિપાર્ટમેન્ટની ટીમ ઘટનાની તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.