કોઈપણ માણસ નાનો કે મોટો હોતો નથી. તે તેમના કર્મ પર નક્કી થાય છે. આવું જ એક માનવતાનું કાર્ય મધ્યપ્રદેશના સિધી જિલ્લા કલેક્ટરે કર્યું હતું. સીધી કલેક્ટર અભિષેક સિંહની ઉદારતાના કિસ્સા લોકોમાં ચર્ચાનો વિષય છે. જિલ્લા હોસ્પિટલમાં જગ્યાની ખામી હોવાના કારણે પોતાના બંગલાને જ હોસ્પિટલમાં તબદીલ કર્યું હતું. જ્યાં 50થી 60 કુપોષિત બાળકોને સારવાર કરવામાં આવી રહી છે. કલેક્ટરની આ પહેલની ઘણી પ્રસંશા કરવામાં આવી રહી છે.
કુપોષણ બાળકોની સારવાર અર્થે કલેક્ટરે પોતાના ઘરને બનાવ્યું હોસ્પિટલ
ન્યૂઝ ડેસ્ક: મધ્યપ્રદેશના સિધી જિલ્લા કલેક્ટરની ઉદારતા સામે આવી છે. જ્યારે તેઓ દસ્તક અભિયાન હેઠળ 600 કુપોષિત બાળકોને જિલ્લા હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. આ હોસ્પિટલમાં જગ્યાની ખામી હોવાના કારણે કલેક્ટર અભિષેકસિંહે 60-65 બાળકોને પોતાના બંગલામાં લઈ આવ્યા હતા. સાથે જ બે નર્સને લઈ આવી બાળકોની સારવાર કરવાની શરૂઆત કરી હતી.
રાજ્યના સીધી જિલ્લામાં આવેલી સરકારી હોસ્પિટલમાં કુપોષિત બાળકોની સારવાર માટે દર્દીઓની ભારે ભીડ લાગતા જિલ્લા કલેક્ટરે આ અંગે તુરંત જ સંજ્ઞાન લેતા તેમણે તાત્કાલિક ધોરણે પોતાના બંગલે દર્દીઓની સારવાર માટેની વ્યવસ્થા કરાવી આપી હતી. આ ઘટના બાદ લોકોમાં તેમની ચર્ચાઓ પણ શરૂ થવા લાગી હતી. કલેક્ટરના આ કાર્યને લોકોએ સોશિયમ મીડિયા પર ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો. હાલ આ તમામ બાળકોની સારવાર કલેક્ટરના નિવાસ સ્થાન પર ચાલી રહી છે.
ત્યારે એક બાજુ સરકારી અધિકારીની આ રીતની માનવતાવાદી નીતિને કારણે દર્દીઓને સારવાર તો મળી ગઈ પણ બીજી બાજુ સરકાર તથા તેમની રહેમતળે ચાલતી આવી હોસ્પિટલની પણ પોલ ખુલ્લી પડી જતી હોય છે.