લખનઉ: સિટી મેજિસ્ટ્રેટ અરૂણ કુમારે જાણકારીએ આપી કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ આગ્રાની મુલાકાતે આવશે. PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના અમદાવાદના મોટેરામાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે.
ટ્રમ્પ પત્ની સાથે આગ્રાની મુલાકાતે જશે, UPના CM યોગી કરશે સમીક્ષા - ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ડોનાલ્ડ ટ્રમ્પની આગ્રા મુલાકાતને લઇને સમીક્ષા કરવા માટે મંગળવારે આગ્રા જશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન મોદીના આંમત્રણ પર બે દિવસીય ભારતની મુલાકાતે આવી રહ્યાં છે.
યોગી
અમદાવાદમાં નમેસ્તે ટ્રમ્પ નામનો કાર્યક્રમ પણ યોજાશે. અમેરિકાના પ્રમુખ સાબરમતી આશ્રમની મુલાકાત પણ લેશે અને અમદાવાદમાં રોડ-શો પણ કરશે. ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ફર્સ્ટ લેડી મેલિના ટ્રમ્પ સાથે બે દિવસીય ભારતની મુલાકાતે આવશે.